close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં બધું જ એકસમાન હોવું જોઈએઃ સીએમ વિજય રૂપાણી

કેન્દ્ર સરકાર નવી શિક્ષણ નીતિ તૈયાર કરી રહી છે, જેને અનુલક્ષીને ગાંધીનગર ખાતે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રની નવી શિક્ષણ નીતિ અંગે શિક્ષણશાસ્ત્રીઓ અને નિષ્ણાતોનાં મંતવ્ય લેવામાં આવ્યા હતા. સાથે જ રાજ્ય સરકાર દ્વારા ઈસરોના પૂર્વ ડિરેક્ટરના અધ્યક્ષ પદ હેઠળ 10 સભ્યોની એક ઉચ્ચ શિક્ષણ સમિતિની રચના કરવાની જાહેરાત કરાઈ હતી. 

Yunus Saiyed - | Updated: Jul 21, 2019, 07:26 PM IST
રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં બધું જ એકસમાન હોવું જોઈએઃ સીએમ વિજય રૂપાણી

બ્રિજેશ દોષી/ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર નવી શિક્ષણ નીતિ તૈયાર કરી રહી છે, જેને અનુલક્ષીને ગાંધીનગર ખાતે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રની નવી શિક્ષણ નીતિ અંગે શિક્ષણશાસ્ત્રીઓ અને નિષ્ણાતોનાં મંતવ્ય લેવામાં આવ્યા હતા. સાથે જ રાજ્ય સરકાર દ્વારા ઈસરોના પૂર્વ ડિરેક્ટરના અધ્યક્ષ પદ હેઠળ 10 સભ્યોની એક ઉચ્ચ શિક્ષણ સમિતિની રચના કરવાની જાહેરાત કરાઈ હતી. 

આ કાર્યક્રમમાં સંબોધન કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, "કેન્દ્રની નીતિ સાથે તમામ વાતે સહમત થવું જરૂરી નથી, પરંતુ જે બાબતે અસહમતી હોય તેના અંગે યોગ્ય કારણે દર્શાવવા પડશે. સરકારી અને ખાનગી શાળાઓ સામેનો દૃષ્ટિકોણ બદલવો પડશે. GTU માં એન્જીનીયરીંગ ની 50 ટકા બેઠકો ખાલી છે એના વિશે આપણે વિચાર કરવો પડશે."

યુનિવર્સિટીઓને અનુલક્ષીને સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે, "ગુજરાતે જેને જોઈએ તેને યુનિવર્સિટી ઊભી કરવાની મંજૂરી આપી છે, પરંતુ સામે તેમણે પણ શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપવાનું રહેશે. આપણે ભવિષ્યની પેઢીના ઘડતર માટે મજબૂત નિર્ણયો લેવા પડશે. સમગ્ર દેશમાં FRC કેમ ન હોય, આ સૂચન પણ કરવું જોઈએ."

રાજ્યમાં નવા 16 પોલીસ સ્ટેશનો, 7 નવી આઉટ પોસ્ટ પોલીસ ચોકીને મંજૂરી અપાઈ

નવી શિક્ષણનીતિ અંગે સીએમના સૂચન  

  • ધો 1 થી 3માં પાયો કાચો રહેવાના કારણે ડ્રોપ આઉટ વધે છે, શિક્ષકોએ આ કક્ષામાં વધુ ધ્યાન આપવું જોઈએ, જેથી કરીને ડ્રોપ આઉટ ઘટાડી શકાય અને બાળકો ધોરણ-5 પછી પણ આગળનો અભ્યાસ ચાલુ રાખે. 
  • ધોરણ 12 સુધી માતૃભાષાનો વિષય ફરજીયાત હોવો જોઈએ.
  • રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં બધું જ સમાન હોવું જોઈએ, એટલે કે ખાનગી અને સરકારી શાળા માટે સમાન નિયમો અને અમલીકરણ હોવું જોઈએ.
  • ગુજરાતની સરકારી અને ખાનગી એમ બધી શાળાઓનું એકસરખું મૂલ્યાંકન થવું જોઈએ.
  • સરકારી શિક્ષકોને એવોર્ડ વિતરણથી કોઈ લાભ નહીં થાય. 
  • FRC મુદ્દે ગુજરાતે પહેલ કરી છે અને સુપ્રીમના નિર્ણય બાદ તમામ રાજ્યોમાં આ લાગુ થશે.
  • ખાનગી શાળાઓના શિક્ષકોને પણ રક્ષણ મળવું જોઈએ.

ગુજરાતમાં પણ ‘સુપર 30’ના આનંદ કુમારની જેવા શિક્ષક, ગરીબ વિદ્યાર્થીઓ માટે ખર્ચે છે પોતાની બધી આવક

નવી શિક્ષણ નીતિ અંગેના પરિસંવાદમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું કે, " દેશમાં આઝદી પછી 1968માં શિક્ષણ નીતિ ઘડવામાં આવી હતી. ત્યાર બાદ બીજી શિક્ષણ નીતિ 1986માં આવી હતી. હવે 33 વર્ષ બાદ મોદી સરકાર નવી શિક્ષણ નીતિ લાવવા જઇ રહી છે. કેન્દ્ર સરકારે આ મુદ્દે તમામ રાજ્યોનાં શિક્ષણશાસ્ત્રીઓના અભિપ્રાય મગાવ્યા છે. આજે મુખ્યમંત્રીની હાજરીમાં રાજ્યના જાણીતા શિક્ષણશાસ્ત્રીઓ સાથે નવી શિક્ષણ નીતિના મુદ્દે ચિંતન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ પણ કેટલાક સુચનો કર્યા છે. દેશમાં નવી શિક્ષણ નીતિ લાગુ થયા પછી પ્રાથમીક શિક્ષણથી લઈ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધી પરિવર્તન આવશે."

અમરેલીના ખાંભામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાની ઘટના અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહે જણાવ્યું કે, બપોરે જ મારી સમક્ષ આ ઘટનાની વિગતો આવી છે. સંબંધિત અધિકારીઓને આ અંગે તપાસ કરીને ઉચિત કાર્યવાહી કરવા જણાવ્યું છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ના ઘટે તે બાબતે કાળજી રાખવા પણ સૂચનો આપ્યા છે.

જૂઓ LIVE TV....

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....