ભાવિન ત્રિવેદી/જૂનાગઢ : પ્રધાનમંત્રીનો ડ્રિમ પ્રોજેક્ટ એટલે જૂનાગઢ નો ગીરનાર રોપવેને 8 મહીના પૂર્ણ થતા 4 લાખ ભાવીકોએ ગીરનારની સફર કરીને માં અંબા દર્શન કર્યા હતા. એશીયાનો સૌથી ઊંચો અને લાંબો ગીરનાર રોપવેની નીમ પ્રધાનમંત્રીએ 1 મેં 2007ના રોજ રાખી હતી. ગીરનાર રોપવેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે 25 ઓક્ટોબર 2020 ના રોજ તેનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે ગીરનાર રોપવે ને 8 મહીના પૂર્ણ થતા 4 લાખ ભાવીકોએ રોપવેની સફર કરીને ગીરનારની ટોચ પર બીરાજમાન માં અંબાના દર્શન કર્યા છે. ત્યારે રોપવેના સંચાલન કરતા અધિકારીના કહેવા મુજબ લોકડાઉનના કારણે બે મહીના રોપવે બંધ રહયો છતાં ભાવીકોનો ઉત્સાહ વધ્યો છે. આજે સરકાર દ્વારા મંદીર અને જાહેર સ્થળ ને છૂટછાટ મળતા ગુજરાત તેમજ અન્ય રાજ્યો માંથી ખુબ મોટી સંખ્યા માં પ્રવાસીઓ જોવા મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Banaskantha: સહકારી ક્ષેત્રમાં પણ મહિલાઓ અગ્રેસર, મહિલા પેનલે પણ બાંયો ચઢાવી


જૂનાગઢવાસીઓનું સપનું હતું કે, ગીરનાર રોપવે બનવાથી ગીરનારની સફર આસાન બને અને માં અંબા આશીર્વાદ કરી શકે ત્યારે આજે ગીરનાર રોપવે બની જતા લોકો સહેલાઇથી ગીરનાર પર આવેલ માં અંબાના દર્શન કરી શકે છે. જેમાં ખાસ જે સીડી ચડી નથી શકતા તેવા વૃધ્ધ લોકો પરીવાર સાથે દર્શન કરવા પધારે છે. આજે ગીરનાર રોપવે અંબાજી મંદીર સુધી કાર્યરત  છે, ત્યારે ત્યાંથી આગળ કમંડળ કુંડ અને ગુરુ દાતાત્રીય ભગવાનના દર્શન માટે ડોલીની વ્યવસ્થા પણ છે. જે ભાવીકો ને અંબાજી મંદીરથી આગળ જવું હોઈ તો ડોલીમાં બેસી જય શકે છે. 


જુગારીયા ધારાસભ્ય કેસરીસિંહ અંગે નાયબ મુખ્યપ્રધાને આપ્યું મહત્વનું નિવેદન


ગીરનારના પહાડોમાં સારો વરસાદ થતા પર્વતો પર હરીયાળી જોવા મળે છે. કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે, ત્યારે ગીરનારના રોપવે ની સફર સમયે અનેરો નજારો જોવા મળે છે. આજે ભાવીકો રોપવેની સફર સાથે કુદરતી નજારો અને માં અંબાના દર્શન કરી ભક્તી પણ કરે છે. ત્યારેપ્રવાસીઓના મતે રોપવેમાં આસાનીથી ટીકીટ મળી જાય છે. ઓનલાઈન બુકીંગ પણ થાય છે તેમજ રોપવે કંપની દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે. પરીવાર સાથે જગત જનની માં અંબા દર્શન કરી ધન્યતા અનુભવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube