• જૂનાગઢમાં જગન્નાથજી મંદિર ખાતે વિષ્ણુયાગ યજ્ઞ કરવામાં આવ્યો

  • જૂનાગઢમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને મંજૂરી નથી મળી

  • મંદિરમાં પરંપરા મુજબ સેવાપૂજા કરવામાં આવી

  • મર્યાદિત લોકો દ્વારા મંદિરમાં સેવાપૂજા, ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે


સાગર ઠાકર/જૂનાગઢ :જૂનાગઢમાં અષાઢી બીજ પૂર્વે ભગવાન જગન્નાથજી મંદિર ખાતે વિષ્ણુયાગ યજ્ઞ કરવામાં આવ્યો હતો. જૂનાગઢમાં રથયાત્રાને મંજૂરી આપી ન હોવાથી ભક્તો દ્વારા વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનાગઢના ગંધ્રપવાડા વિસ્તારમાં પ્રાચીન જગન્નાથજીનું મંદિર આવેલું છે. દર વર્ષે અષાઢી બીજના દિવસે અહીં રથયાત્રા નીકળતી હતી. ગત વર્ષે કોરોનાને લઈને રથયાત્રા રદ કરવામાં આવી હતી. પરંતુ ચાલુ વર્ષે પણ અંત સમયે શરતોને આધીન રથયાત્રાને મંજૂરી આપવામાં આવી નથી. અંતિમ ધડીએ રથયાત્રાની તૈયારી સંભવ ન હોઈ રથયાત્રા ચાલુ વર્ષે પણ નહિ યોજાય.


આ પણ વાંચો : સોજીત્રાના ગરીબ પરિવારને વીજ કંપનીએ એટલુ બિલ ફટકાર્યું કે પગ તળેથી જમીન સરકી ગઈ


જૂનાગઢમાં આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નહિ નીકળે, પરંતુ મંદિરમાં પરંપરા અનુસાર તમામ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. મંદિરમાં પરંપરા મુજબ સેવાપૂજા કરવામાં આવી રહી છે. અષાઢી બીજ પૂર્વે વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તો આવતીકાલે સવારે શાહી સ્નાન થશે, હાંડી ભોગ ધરાવાશે,
મહાઆરતી સહિતના તમામ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવશે અને સાંજે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું છે.