જુનાગઢમાં તોફાની તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું, મસ્જિદની બહાર જ શીખવ્યો પાઠ
Gujarat Police : જૂનાગઢમાં ગેરકાયદે બનેલી દરગાહ હટાવવાની નોટિસ પર ભડકી હિંસા....એક કોમના અસામાજિક તત્વોએ મચાવ્યો તાંડવ...પોલીસ ચોકીમાં તોડફોડ કરી કર્યો પથ્થમારો...પોલીસે કરાવ્યું કાયદાનું ભાન...
Junagadh Demolition : જૂનાગઢમાં દરગાહનું ડિમોલિશન કરવાની નોટિસ પર વિવાદ થયો અને બાદમાં તોફાનો થયા. ગેરકાયદે બનેલી ડિમોલિશનની નોટિસ મળતા ટોળું બેકાબૂ બન્યું. પોલીસે તોફાનની આશંકા સાથે પહેલા જ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ત્યારે રોષે ભરાયેલા ટોળાએ હિંસા અને તોફાન કરી એસટીના કાચ તોડ્યા. આ સાથે બેકાબૂ બનેલા ટોળાએ પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો. પથ્થરમારાના કારણે પાંચ પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા. 1 DySP, 4 PI સહિતના પોલીસ કર્મચારીઓને ઈજા થઈ છે. ખાનગી વાહનો પર પણ ટોળાએ પથ્થરમારો કર્યો. ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયરગેસના સેલ છોડવા પડ્યા. આ મામલે પોલીસે 174 લોકોને રાઉન્ડઅપ કરી તપાસ હાથ ધરી છે. જૂનાગઢ શહેરમાં હાલ સ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં છે.
જુનાગઢ પોલીસની કાર્યવાહી ચર્ચામાં
આ ઘટના બાદ જુનાગઢમાં ઘર્ષણ બાદ જુનાગઢ પોલીસની કડક કાર્યવાહી ચર્ચામાં આવી છે. ગુજરાત પોલીસે તોફાન કરનાર તત્વોને જાહેરમાં જ કાયદાનું ભાન કરાવ્યું હતું. કાયદો હાથમાં લેનાર 174 લોકોને બરાબરનો પાઠ શીખવડ્યો હતો. તમામ લોકો સામે કડક કલમો લગાવવામાં આવશે. તેમજ રાઉન્ડ અપ કરેલા લોકોની ગેરકાયદે નિર્માણ કે સંપત્તિ હશે તો કાર્યવાહી કરવામાં આવશે. પથ્થરમારો કરનારા ટોળાના લોકોને પકડીને મસ્જિદ બહાર મેથીપાક આપ્યો હતો.
એક જ દિવસમાં વાવાઝોડાએ તબાહી મચાવી, શુક્રવારે વરસેલા વરસાદના આંકડા આવી ગયા
પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત
પથ્થરમારાના કારણે પાંચ પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા. 1 DySP, 4 PI સહિતના પોલીસ કર્મચારીઓને ઈજા થઈ છે. ખાનગી વાહનો ઉપર પણ ટોળાએ પથ્થરમારો કર્યો. ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયરગેસના સેલ છોડવા પડ્યા. આ મામલે પોલીસે 174 લોકોને રાઉન્ડઅપ કરી તપાસ હાથ ધરી છે. જૂનાગઢ શહેરમાં હાલ સ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં છે.
વાવાઝોડામાં જળબંબાકાર થયેલા માંડવીનો આકાશી નજારો, તસવીરો જોઈ તબાહીનો અંદાજ આવશે
વાવાઝોડું અને ચોમાસું ભેગા થશે તો શું થશે, અંબાલાલ પટેલની વધુ એક ભયાનક આગાહી
ઘર્ષણ બાદ કાર્યવાહી
આ ઘર્ષણ બાદ પોલીસ પણ હવે આકરા પાણીએ છે તોફાન કરનાર લોકોને કાયદાનું ભાન કરાવ્યું કરાવ્યું છે અને કાયદો હાથમાં લેનારાને પાઠ ભણાવ્યો છે. તમામ લોકો સામે કડક કલમો લગાવવામાં આવશે. રાઉન્ડ અપ કરેલા લોકોની ગેરકાયદે નિર્માણ કે સંપતિ હશે તો કાર્યવાહી કરવામાં આવશે. અત્રે જણાવવાનું કે રસ્તા પર ગેરરકાયદેસર દરગાહ અંગે નોટિસ હતી જેને 5 દિવસમાં ખાલી કરવાનું કહેવાયું હતું.