ભાવિન ત્રિવેદી, જૂનાગઢઃ જૂનાગઢ શહેરમાં ફાયરિંગની ઘટના બની છે. શહેરમાં નિવૃત આર્મી જવાને પોતાની પત્ની પર ઘરકંકાસને કારણે ફાયરિંગ કરી દીધું છે. ફાયરિંગમાં ઈજાગ્રસ્ત પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ફાયરિંગ કરનાર પતિને હથિયાર સાથે ઝડપી લીધાની વિગત મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ શહેરના દાણાપીઠ વિસ્તારમાં સ્મિતાબેન નામની મહિલા આંગણવાડીમાં ફરજ બજાવે છે. ત્યારે તેના પતિએ અચાનક માર મારી ફારયિંગ કર્યું હતું. મહિલાને ગોળી વાગતા ઈજા થઈ હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત સ્મિતાબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે પતિ-પત્ની વચ્ચે ઘરકંકાસ ચાલી રહ્યો હતો. જેને લઈને આર્મીમેન પતિએ ફાયરિંગ કર્યું છે. 


આ પણ વાંચોઃ એક તરફી પ્રેમમાં યુવકે મહિલા પર એસિડથી કર્યો હુમલો, પોલીસે શરૂ કરી તપાસ  


પોલીસે આરોપીને ઝડપી લીધો
ઘરમાં ચાલી રહેલાં કંકાસથી રોષે ભરાયેલા પતિએ ફાયરિંગ કરવાની માહિતી મળી છે. ફાયરિંગ કરનાર પતી નિવૃત આર્મીમેન છે. આંગણવાડી ખાતે થયેલા ફાયરિંગ બાદ પોલીસ પણ પહોંચી હતી. પોલીસે હથિયાર સાથે પતિને દબોચી લીધો છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube