જૂનાગઢ: મેંદરડા પાસે આવેલો પૂલ થયો ધરાશાઇ, ત્રણ લોકો ઇજાગ્રસ્ત
સૌરાષ્ટ્રના મેંદરડા નજીક પુલ બેસી ગયો હતો જેમાં પુલ બેસી જતા ત્રણ જેટલી કારો પુલ તૂટવાને કારણે પૂલમાં ફલાઇ છે. આ ઘટનામાં કોઇ ત્રણ લોકોને ઇજા પહોંચી છે. જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પરંતુ ત્રણ જેટલી કાર પુલ પરથી પસાર થઇ હતી તે દરમિયાન પૂલ એકાએક તૂટી પડતા પસાર થઇ રહેલા વાહનો અંદર ખાબક્યા હતા.
હનીફ ખોખર/જૂનાગઢ: સૌરાષ્ટ્રના મેંદરડા નજીક પુલ બેસી ગયો હતો જેમાં પુલ બેસી જતા ત્રણ જેટલી કારો પુલ તૂટવાને કારણે પૂલમાં ફલાઇ છે. આ ઘટનામાં કોઇ ત્રણ લોકોને ઇજા પહોંચી છે. જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પરંતુ ત્રણ જેટલી કાર પુલ પરથી પસાર થઇ હતી તે દરમિયાન પૂલ એકાએક તૂટી પડતા પસાર થઇ રહેલા વાહનો અંદર ખાબક્યા હતા.
અનોખી પરંપરા: આ ગામમાં મહિલાઓ ચણિયાચોળી પહેરી કરે છે ગરબા
મેંદરડાના માલણકા રોડ પાસેથી નિકળતા પૂલ પહેલેથી જર્જરીત હાલતમાં હતો. સ્થાનિક ગામ લોકો દ્વારા અનેક વાર રજૂઆત કરવા છતા બ્રિજનું કામ કરવામાં આવ્યું નહિ. જેથી જર્જરીત હાલતમાં રહેલો આ બ્રિજ પડી ગયો હતો. જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પુલ તૂટી પડતા અંતે રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી.
જુઓ LIVE TV :