અનોખી પરંપરા: આ ગામમાં યુવાનો ચણિયાચોળી પહેરી કરે છે ગરબા

પાલનપુર વિસ્તારમાં એક અનોખું ગામ છે, જ્યાં પુરુષો ચણિયાચોળી પહેરી દિવસે ગરબે ઘૂમે છે અને શરીર પર કોરડા જીલે છે. પરંપરા મુજબ અહીં પુરુષો મહિલાઓ બની માતાજીને રીજવે છે. આ અનોખી પરંપરાને જોવા લોકોનો મેળાવડો ઉમટે છે.
 

અનોખી પરંપરા: આ ગામમાં યુવાનો ચણિયાચોળી પહેરી કરે છે ગરબા

અલ્કેશ રાવ/બનાસકાંઠા: પાલનપુર વિસ્તારમાં એક અનોખું ગામ છે, જ્યાં પુરુષો ચણિયાચોળી પહેરી દિવસે ગરબે ઘૂમે છે અને શરીર પર કોરડા જીલે છે. પરંપરા મુજબ અહીં પુરુષો મહિલાઓ બની માતાજીને રીજવે છે. આ અનોખી પરંપરાને જોવા લોકોનો મેળાવડો ઉમટે છે.

પાલનપુર તાલુકાના વાસણ(ધા) ગામે આઠમની સાંજના સુમારે મંદિરના પટાંગણમાં નોરતિયા અને માતાજીના શેળિયા બની ચણિયા પહેરેલા પુરુષો ગરબે ઘૂમ્યાતા નજરે પડે છે .વર્ષોથી ચાલી આવતી  પરંપરા મુજબ વાસણ ગામના ઠાકોર સમાજના લોકો ખાસ કરીને ચણીયા પહેરી અને ગરબે ઘૂમે છે અને માતાજીની ભક્તિ કરી અને નવરાત્રિની આઠમની અનોખી ઉજવણી કરે છે.

દશેરા પર વાહન ખરીદી કરતા લોકો પર ‘મંદીની અસર’, બુકિંગમાં થયો ઘટાડો

પાલનપુર તાલુકાના વાસણ(ધા) ગામે પ્રતિવર્ષ નવરાત્રિના આઠમના દિવસને વિશિષ્ટ રીતે ઉજવવામાં આવે છે. જેમાં સાંજના સુમારે ગામના ઠાકોર ભાઇઓ નોરતિયા બની ધૂણતા-ધૂણતાં અંબાજી માતાના મંદિરે જઈ પુરુષો માતાજીના શેળિયા બની ચણિયા પહેરી ગરબે ઘૂમેં છે, જોકે આઠમ નો અહીં મેળો ભરાય છે અને ત્યારબાદ આ પળો માણવા માટે આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં પ્રજાજનો ઉમટી પડે છે.

VIDEO: દસ મહાવિદ્યાઓમાં મહાકાળી છે પ્રથમ, પાવાગઢ શક્તિપીઠ વિશે ખાસ જાણો 

ઉલ્લેખનીય છે કે, નોરતિયા બનેલા યુવકો માતાજીના ગરબે રમ્યા બાદ મંત્રેલુ લીંબુ ઉપાડવાની વિધિ સંપન્ન થયા બાદ કોરડાનો માર પણ ઝીલી અને માતાજીની ચાલી આવતી પરંપરા પ્રમાણે અહીં આઠમની ઉજવણી થાય છે. વાસણ ગામે જ્યાં પુરુષો મહિલાઓના વેશમાં ગરબે ઘૂમી અને માતાજીને રીઝવવા જોવા મળે છે. ત્યારે દર વર્ષે અહીં આઠમની અનોખી રીતે ઉજવણી થાય છે. વર્ષો જૂની આ પરંપરાની ખ્યાતિ સમગ્ર જિલ્લામાં પણ પ્રસરવા પામી છે.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news