* નરસિંહ મહેતા યુનિ. ખાતે કુલપતિને આપ્યું આવેદનપત્ર
* NSUI મહામંત્રી નિખીલ સવાણી સહીતના કાર્યકરોએ આપ્યું આવેદનપત્ર
* યુનિ. ના પરીક્ષાર્થીઓ માટે વિમા પોલીસી લેવામાં આવે તેવી કરી રજૂઆત
* કોરોના સ્થિતીમાં જો કોઈ વિધાર્થી સંક્રમીત થાય તો તેને મળી શકે રાહત
* યુનિ. ની આગામી પરીક્ષાને લઈને વિધાર્થીના હિતમાં કરી રજૂઆતો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનાગઢ : NSUI દ્વારા યુનિ. ની આગામી પરીક્ષાઓને લઈને નરસિંહ મહેતા યુનિ. ખાતે કુલપતિને આવેદનપત્ર આપવામા આવ્યું. NSUI મહામંત્રી નિખીલ સવાણી સહીતના કાર્યકરોએ યુનિ. ના પરીક્ષાર્થીઓ માટે વિમા પોલીસી લેવામાં આવે તેવી રજૂઆત કરી, હાલ કોરોના સ્થિતીમાં જો કોઈ વિધાર્થી સંક્રમીત થાય તો તેને રાહત મળી શકે અને યુનિ. ની આગામી પરીક્ષાને લઈને વિધાર્થીના હિત જે રજૂઆતો કરવામાં આવી છે તેની અમલવારી થાય તેવી માંગ કરવામાં આવી હતી.


સુરત: લોકડાઉન દરમિયાન BAJAJ FINANCE ના ગ્રાહકોને લોભામણી જાહેરાત થકી છેતર્યા


જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં આગામી 25 ઓગષ્ટ થી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે વિધાર્થીઓના હિતમાં  NSUI દ્વારા વિવિધ મુદ્દે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી.  NSUI ની માંગ છે કે જે રીત સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા પરીક્ષાર્થીઓની વિમા પોલીસી લેવાનો નિર્ણય કરાયો છે તે જ રીતે નરસિંહ મહેતા યુનિ. પણ પરીક્ષાર્થીઓ માટે વિમા પોલીસી લે જેથી કોઈ વિધાર્થી કોરોનાથી સંક્રમિત થાય તો જો વિમા પોલીસી હોય તો વિધાર્થીને આર્થિક મદદ મળી રહે ઉપરાંત પરીક્ષા સબંધી વિધાર્થીના હિતમાં યુનિ. નિર્ણયો કરે તેવી રજૂઆતો કરવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર