Gujarat Weather Forecast : રાજસ્થાન-પાકિસ્તાન બોર્ડર પર 53 ડિગ્રી તાપમાનનો પારો પહોંચી ગયો છે. શરીર સળગી જાય તેવી ગરમીમાં દેશની બોર્ડર પર પડી રહી છે. લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહી છે. ત્યારે એક ચોંકાવનારા ખબર એ છે કે, આ વર્ષે જૂન મહિનામાં હીટવેવની શક્યતા છે. જૂન મહિનામાં હીટવેવના દિવસો મે કરતા વધારે રહેશે. જુન મહિનામાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સૌથી વધુ ગરમી રહેશે. મે મહિના કરતા પણ જૂનમાં વધુ ગરમી પડવાની આગાહી છે. જૂન મહિનામાં સામાન્ય રીતે 3 દિવસ હીટવેવ રહે છે, આ વખતે છ દિવસ હીટવેવ રહેવાની શક્યતા છે. જૂન મહિનામાં રાત્રે પણ તાપમાન વધારે રહેતા ગરમીનો અનુભવ થશે. 30 મે બાદ 3 થી 4 દિવસ માટે ગરમી ઘટી શકે છે, કારણ કે આ દિવસોમાં વરસાદની આગાહી છે. પરંતું ત્યાર બાદ જૂનમાં ફરીથી ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત અને રાજસ્થાનમાં ગરમી ઘટશે 
દેશમાં ચોમાસા અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આ વર્ષે સામાન્ય કરતા વધુ વરસાદ થવાની શક્યતા છે. સરેરાશ 108 ટકા સુધી વરસાદ પડી શકે છે. જેમાં મધ્ય ભારત, દક્ષિણ ભારતના રાજ્યમાં વધુ વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ પર અસર થઈ છે. જલ્દી વરસાદ આવવાથી રાજસ્થાન, ગુજરાતના લોકોને ગરમીથી રાહત મળશે. બંને રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમી ઘટશે. વધારે વરસાદથી અર્થતંત્રને વેગ મળવાની ધારણા છે. 


રૂપાલાને હવે યાદ આવ્યું રાજકોટ! અગ્નિકાંડના ત્રણ દિવસ બાદ પ્રકટ થયા


જુનના પ્રથમ સપ્તાહમાં આવશે વરસાદ, અંબાલાલની આગાહી  
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટીની આગાહી કરી છે. જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે. અંબાલાલ પટેલે કહ્યું કે, જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે. જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે. ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોનસુન એક્ટિવિટીની અસર થઈ શકે છે. તો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે. 4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે. રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારૂ રહેશે. સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે. 


આજથી થોડી ગરમી ઘટશે
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, ગરમીનો પારો ઘટવાનો છે. રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત મળશે. આજથી તપમાનમાં 1 થી 2 ડિગ્રી ઘટાડો થશે. દરિયાઈ વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ કન્ડિશન ઉભી થશે. જેને કારણે રાજ્યમાં પવનની ગતિ ખૂબ વધુ રહેશે. આ દિવસોમાં 25/30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં ગઈકાલે તાપમાન 43.2 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પવનની દિશા બદલાતા ગરમીથી રાહત મળશે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રી આસપાસ રહેશે. 


વાવાઝોડાની ગુજરાત પર મોટી અસર : બદલાઈ ચોમાસાની તારીખ, અંબાલાલે કરી વરસાદની આગાહી


રાહતના સમાચાર, ચોમાસું વહેલુ આવશે
દેશભરમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. દેશમાં દક્ષિણ-પશ્ચિનું ચોમાસું વહેલું બેસવાની આગાહી છે. 31મી મે સુધીમાં કેરળમાં ચોમાસું પહોંચી જવાની શક્યતા છે. 11 જૂન સુધીમાં મુંબઈ ચોમાસું પહોંચી શકે છે. દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું અંદમાન-નિકોબાર પહોંચી ચૂક્યું છે. મે મહિનાના અંતથી મુંબઈમાં પ્રી-મોન્સૂન વરસાદ શરૂ થઈ જશે. જૂનના પહેલા અઠવાડિયામાં મુંબઈમાં વરસાદની આગાહી છે. મુંબઈ બાદ ગુજરાતમાં ચોમાસું બેસવાની આગાહી કરાઈ છે. 


હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. તેમણે કહ્યું હતું કે, 17  મેથી રાજ્યમાં આકરી ગરમી પડશે અને એવુ જ થયું. મહત્તમ ઉષ્ણતામાન ૪૪ ડિગ્રી પાર કરી ૪૫ ડિગ્રી પર પહોંચી ગયું છે. રાજ્યમાં આકરી લુ સાથે પવન તથા આંધી વંટોળ રહેશે. જોકે, રાહતના સમાચાર એ છે કે, 26  મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે. આંધી વંટોળ સાથે વરસાદ થતા ગરમીમાં રાહત થશે. 30 જૂન સુધી હવામાનમાં પલટો આવતા ગરમીમાં વધઘટ થશે. 26 મે થી રોહિણી વરસાદ થતા વચ્ચે ગરમી પડશે. પરંતું આ વચ્ચે રાજ્યમાં વહેલું ચોમાસું આવવાની શક્યતા છે. 7 થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતા છે. 


ભરૂચમાં જૈન સાધ્વીઓ પર હુમલો, એક શખ્સે બેલ્ટથી પગપાળા જતી સાધ્વીઓને માર માર્યો