ભરૂચમાં જૈન સાધ્વીઓ પર હુમલો, એક શખ્સે બેલ્ટથી પગપાળા જતી સાધ્વીઓને માર માર્યો

Attack On Jain Monk : ભરૂચના દયાદરા દેરોલ વચ્ચે પગપાળા જતા જૈન સાધ્વીઓ પર હુમલો, જૈન ધર્મના પદયાત્રી પર કોઈ અજાણ્યા ઈસમો દ્વારા કરાયો હુમલો, સાધ્વીઓને માર પડતા બચાવવાની કોશિશ કરનાર પર લોકોએ કર્યો હુમલો, મારામારી બાદ નાસી છૂટેલ હુમલાખોરને દેરોલ ગામ પાસે પબ્લિકે ઝડપી અને પોલીસ હવાલે કર્યો

ભરૂચમાં જૈન સાધ્વીઓ પર હુમલો, એક શખ્સે બેલ્ટથી પગપાળા જતી સાધ્વીઓને માર માર્યો

Bharuch News ભરત ચુડાસમા/ભરૂચ : ભરૂચના શ્રીમાળી જૈન દેરાસરથી છ જૈન સાધ્વીજી વિહાર કરી દેરોલ તરફ જઈ રહ્યા હતાં. આ સમયે એક ઈસમે તેમનો પીછો કરી અચાનક ઉશ્કેરાઈ જઈને કમ્મર પટ્ટો કાઢી જૈન સાધ્વીઓ પર હુમલો કરી દીધો હતો. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક ઈસમે જૈન સાધ્વીઓને બચાવી હુમલો કરનાર ઈસમને પકડીને પોલીસને હવાલે કરી દીધો હતો. આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

પહેલા પીછો કર્યો, બાદમાં સાધ્વીઓને માર માર્યો 
પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચના શ્રીમાળી પોળમાં આવેલા જૈન દેરાસરથી છ જૈન સાધ્વીજી સવારના 4:40 વાગ્યાના વિહાર કરવાનું શરૂ કર્યું હતું. આ જૈન સાઘ્વીઓ મહોમદપુરા પહોચતા એક અજાણ્યા ઈસમે તેઓનું પીછો કરવાની શરૂઆત કરી હતી. જૈન સાઘ્વીઓ દેરોલ અને થામ ગામ વચ્ચે પહોંચતા તેમનો પીછો કરી રહેલા વ્યક્તિને જૈન સાઘ્વીએ દૂર રહેવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો. આ શખ્સે તેના કમ્મર પર બાંધેલો કમ્મર પટ્ટો કાઢીને જૈન સાધ્વીઓ પર પટ્ટા વડે હુમલો કરી માર મારવા લાગ્યો હતો.

એક શખ્સે રોકીને પોલીસને સોંપ્યો
આ સમયે માર્ગ પરથી પસાર થનાર સતીશ ચંદુભાઈ રાઠોડે તાત્કાલિક ત્યાં પહોંચી હુમલો કરનાર ઈસમને રોકવા જતા અજાણ્યા ઈસમે તેમના પર પણ હુમલો કર્યો હતો. તેમ છતાંય સતીશ રાઠોડે તે ઈસમને પકડી પાડયો હતો. આ સમયે માર્ગ પર લોલો એકત્ર થઈ જતા અજાણ્યા ઈસમને પકડી તાલુકા પોલીસ મથકના હવાલે કરી દીધો હતો. આ મમાલે તાલુકા પોલીસ મથકના પીઆઈ પ્રકૃતિ ઝણકાટે ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈને અજાણ્યા ઈસમ નામે અલ્તાફહુસેન હમીદ ઇબ્રાહીમ શેખ (મૂળ રહે ખંભાત અને હાલ રહે કાચલી પીઠ) હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પોલીસે જૈન બઘુંઓની ફરિયાદ નોંધીવધુ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news