રાજેન્દ્ર ઠાકર/ભુજ: સગીરવયની દીકરીને મરવા મજબુર કરનાર વિરુદ્ધ ભારતીય મહિલા અત્યાચાર વિરોધી મોરચા દ્વારા રેંજ આઈ.જીને આવેદનપત્ર પત્ર આપ્યું હતું. ત્રાસ આપનાર વિરુદ્ધ પોલીસના નરમ વલણ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે મૃતક દીકરીના પરિવારને ન્યાય મળવાની ખાત્રી આપી હતી. બોર્ડર રેંજ આઈ.જી સુભાષ ત્રિવેદી નાયબ મામલતદાર રવાજી જાડેજાના પુત્ર નરેન્દ્રસિંહ દ્વારા વારંવાર દુષ્કર્મ આચરવા ઉપરાંત ધમકીઓ અપાઇ હતી પરિવાર દ્વારા વારંવાર ફરિયાદ છતા નઘરોળ પોલીસ તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર જીલ્લાના મોટા ભાગના ડેમ-ચેકડેમ ઠસોઠસ ભરેલા હોવાથી તંત્રને હાશકારો


કચ્છમાં ગુનાખોરીનો વ્યાપ દિવસો દિવસ વધી રહ્યો છે અને કચ્છમાં જાણે જંગલરાજ હોય તેવી સ્થિતી સર્જાઇ રહી છે. મિલીભગતિયા અને છેલ બટાઉ યુવાનો પોતાના પિતાની વગનો દૂર ઉપયોગ કરીને કોઈપણ ગુના આચરતા હોય છે. ઘરના વાલીઓ પણ આવા પોતાના છેલબટાઉ સંતાનને છાવરતા હોય છે. આવા ભ્રષ્ટ કર્મચારીઓ પ્રસાદી આપીને મામલો સગેવગે કરાવી આપતા હોવાનો વધારે એક બનાવ ભુજમાં સામે આવ્યો છે.


સ્માર્ટ સિટીની ગુલબાંગો વચ્ચે વડોદરામાં ગટર કરતા ઉતરતી કક્ષાનું પીવાનું પાણી


કચ્છમાં નાયબ મામલતદારનાં પુત્રએ એક કિશોરીની એટલી હદે પજવણી કરી કે તે આત્મહત્યા કરવા મજબુર બની છે. કિશોરીને પજવણી અંગે વાલીએ પોલીસ ફરિયાદ કરતા ફરજ પરના પોલીસ દ્વારા ફરિયાદ ન લઇ આપની પુત્રી આપના ઘરે પહોંચી જશે તેવા ઉદ્ધત જવાબો આપ્યાં હતા.  કિશોરી પર દારૂપીને વારંવાર છરીની અણીએ ઉઠાવી જઈને દુષ્કર્મ આચરાઈ રહ્યું હતું. તેના બીભત્સ ફોટા પાડેલા ફોટા ફેસબુક પર વાયરલ કરી દેવાની અને જો આ બાબતે કોઈને જાણ કરશે તો તેના પરિવારને જાનથી મારી નાખવા સહિતનો માનસિક ત્રાસ નરેન્દ્રસિંહ રવાજી જાડેજા ઉ.વર્ષ.૨૫ અસહ્ય માનસિક ત્રાસ ગુજારી રહ્યો હોવાની વિગતો પરિવારને જણાવી હતી. 


પાક વળતર ચુકવવા મુદ્દે ઠાગાઠૈયા કરતી વીમા કંપનીઓની હાઇકોર્ટે ઝાટકણી કાઢી


ગુજરાત હાઇકોર્ટે લોપમુદ્રા અને નિત્યનંદિતાને હાજર કરવા પોલીસને આપ્યો આદેશ


આ પરિવારને પોલીસ તરફથી કોઇ મદદની આશા નહી રહેતા ડરી જઈને પોતાની દીકરીને ભણતર છોડાવીને માધાપર ખાતે રહેવા ચાલ્યા ગયા હતા. જો કે રાક્ષસ પોતાની કુટેવો ન છોડી શકનાર એવો નરેન્દ્રસિંહ જાડેજા તેની બાતમી મેળવી કિશોરીને ઘરે પહોંચીને બ્લેકમેક કરવા લાગ્યો હતો અને પોતાનાં કુકર્મોને ફરી શરૂ કરી દીધા હતા. પરિવારને પણ મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ વારંવારની અસહ્ય વેદના સહન ન કરી શકનાર સગીરાએ ગત તા.૨૭ ઓક્ટોબર પોતાના ઘરમાં ગળે ફાંસી ખાઈને અંતિમ પગલું ભરી લીઘું હતું. આ બાબતે ભુજ બી.ડિવિઝન પોલીસ મથકે લાંબા સમય સુધી વારંવાર ધક્કા ખાવા છતાં કોઈ નિર્ણય આવ્યો ન હતો. ગત તા.૨૧ નવેમ્બર નાં રોજ ફરિયાદ દાખલ કરાઈ અને આજ દિવસ સુધી આરોપી વિરુદ્ધ કોઈજ પગલાં ભરવામાં આવ્યા નથી કેમકે આરોપીનો પિતા રવાજી જાડેજા હાલે ભુજમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવી રહ્યો છે. 


પેપ્સિકો સામે ખેડૂતોનો વિરોધ: જ્યાં નથી ઉગતા ત્યાં પણ બટાકા ઉગાડાશે


 


સારા ટેબલ પર વર્ષોથી હોવાના કારણે રાજકીય અને સામાજિક રીતે વગ ધરાવતો હોવાના કારણે છાવરાઈ રહ્યો હોવાની ચર્ચાઓ છે. આ બાબતે ભારતીય મહિલા અત્યાચાર વિરોધી મોરચો અને કચ્છ ગુજરાત રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ આ પરિવારને વહારે આવ્યા હતા. રેંજ આઈ.જી સુભાષ ત્રિવેદી ને આવેદનપત્ર આપ્યું હતું સાથે ભારતીય મહિલા અત્યાચાર વિરોધી મોરચાના દક્ષાબેન ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube