• અનેક વાર રજુઆત છતા પણ જૂનિયર ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફને પીપીઇ કિટથી માંડીને માસ્ટ પુરા પાડવામાં આવતા નહોતા

  • જ્યાં સુધી આ મુદ્દે યોગ્ય બાંહેધરી નહી આપવામાં આવે ત્યાં સુધી તમામ સ્ટાફ પોતાની હડતાળ ચાલુ રાખશે અને ખસશે નહી

  • ઘટના અંગે જાણ થતા એસવીપીના સુપ્રીટેન્ડન્ટ અને આરએમઓ સહિતનાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા


અમદાવાદ : કોરોના મહામારી સામે દિવસ-રાત જોયાવગર અને પોતાનો જીવ જોખમમાં મુકીને લડી રહેલા કોરોના વોરિયર્સ એવા સરકારી ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ અપુરતી પીપીઇ કીટ મુદ્દે અચાનક હડતાળ પર ઉતરી જતા હોસ્પિટલ સહિત સમગ્ર તંત્ર દોડતું થયું હતું. એસવીપીનાં રેસિડેન્ટ જૂનિયર ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ દ્વારા અચાનક જ હડતાળ પર ઉતરી જતા તંત્ર દોડતું થયું હતું. જો કે આ અંગે અધિકારીઓ કાંઇ પણ બોલવા માટે તૈયાર નથી. જ્યારે નર્સિંગ સ્ટાફ સહિતનાં લોકો પીપીઇ કિટ મુદ્દે હડતાળ પર ઉતર્યા હોવાનું રટણ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ ગુજરાતમાં કામદારો કંપનીઓ સામે લડી લેવાના મૂડમાં, નથી ચૂકવાયો પગાર

એસવીપી હોસ્પિટલનાં સુપ્રીટેન્ડન્ટ તત્કાલ હડતાળ સ્થળે દોડી આવ્યા હતા. તથા આરએમઓ સહિતનાં અધિકારીઓએ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફને સમજાવટ કરી હતી અને હડતાળ સમેટી ફરી ડ્યુટી જોઇન કરવા માટે જણાવ્યું હતું. જો કે પીપીઇ કિટ ન મળે ત્યાં સુધી સમગ્ર સ્ટાફ લડી લેવાનાં મુડમાં જોવા મળી રહ્યો છે. 


રાજકોટમાં બંધ પડેલા ઉદ્યોગો ફરી ધમધમતા થાય તે માટે રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત

એસવીપીનો કોરોના મુદ્દે રેકોર્ડ ખુબ જ સારો રહ્યો છે. તમામ સ્ટાફ દિવસ રાત ખુબ જ સારી રીતે નિષ્ઠાથી ફરજ બજાવે છે. જો કે સ્ટાફને પુરતા પ્રમાણમાં પીપીઇ કિટ અને માસ્ક નહી મળી રહ્યા હોવાનાં કારણે આક્રોશ ફેલાયો છે. વારંવાર હોસ્પિટલ તંત્રને રજુઆત છતા તેઓ પણ ઠાગા ઠૈયા કરતા હોવાને કારણે તેમણે આવું પગલું ભરવું પડ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. 


ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના ચૂંટણી રદના ચુકાદા પર સરકારની આવી છે પ્રતિક્રિયા...


જો કે તંત્રને હડતાળ અંગે પુછવામાં આવતા તેમણે કોઇ જ પ્રકારની હડતાળ નહી હોવાની અને તમામ સ્ટાફ યોગ્ય રીતે પોતાની ફરજ નિભાવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. જો કે આંતરિક સુત્રો જણાવી રહ્યા છે કે, સાંજ સુધીમાં તમામાને N 95 માસ્ક અને પુરતી પીપીઇ કિટ મળી રહેશે તેવી બાંહેધરી બાદ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ દ્વારા જેટલી ત્વરાથી હડતાળ પાડવામાં આવી હતી તેની બમણી ગતિએ હડતાળ સમેટી પણ લીધી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube