રાજકોટમાં બંધ પડેલા ઉદ્યોગો ફરી ધમધમતા થાય તે માટે રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત

લોકડાઉનના ત્રીજા તબક્કામાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં છૂટછાટો આપવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેર માટે મહત્વની જાહેરાત કરતા સીએમઓના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, 14 મેથી રાજકોટમાં ઉદ્યોગોને મંજૂરી આપી દેવાઈ છે. તેથી હવે 14 મેથી રાજકોટમાં ઉદ્યોગો ધમધમતા થઈ જશે. લોકડાઉનમાં ઉદ્યોગોને ફરી જીવંત કરવા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. તો રાજકોટમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીઝ ચાલુ થઈ શકશે. 

રાજકોટમાં બંધ પડેલા ઉદ્યોગો ફરી ધમધમતા થાય તે માટે રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત

ઝી મીડિયા/બ્યૂરો :લોકડાઉનના ત્રીજા તબક્કામાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં છૂટછાટો આપવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેર માટે મહત્વની જાહેરાત કરતા સીએમઓના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, 14 મેથી રાજકોટમાં ઉદ્યોગોને મંજૂરી આપી દેવાઈ છે. તેથી હવે 14 મેથી રાજકોટમાં ઉદ્યોગો ધમધમતા થઈ જશે. લોકડાઉનમાં ઉદ્યોગોને ફરી જીવંત કરવા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. તો રાજકોટમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીઝ ચાલુ થઈ શકશે. 

તેમણે જણાવ્યું કે, જિલ્લા કલેક્ટર ઉદ્યોગોને ચાલુ કરવા માટેનો શરતો નક્કી કરીને શરૂ કરવા મંજૂરી માંગી શકે છે. જિલ્લા કલેક્ટર કક્ષાએથી પરમિશન આપવામાં આવશે. સાથે જ ઉદ્યોગોએ જરૂરી બાબતોનું ધ્યાન રાખવુ પડશે. જેમ કે, સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું. માસ્કનો ઉપયોગ, કામદારોના આવવાનો જવાનો સમય સ્ટોગર કરવામાં આવે. લંચ સમયે એકસાથે તમામ કામદારો એક સમયે ભેગા ન થાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવું. તેમજ કર્મચારીઓના લંચ અને ચા-નાસ્તાનો સમય પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને કરાવવું. શ્રમિકો આવે ત્યારે તેમનુ હેલ્થ પરીક્ષણ કરી લેવામા આવે, ટેમ્પરેચર મપાય તે ખાસ કરવું. આમ, હવે રાજકોટમાં પણ ગુરુવારથી ચાલુ કરવા માટેની જાહેરાત આજે કરાઈ છે. 

ગુજરાતમાંથી પરપ્રાંતિયોને તેમના વતનમાં મોકલવા મામલે અશ્વિની કુમારે જણાવ્યું કે, પરપ્રાંતિયોને તેમના વતનમાં મોકલવા માટે દેશભરમાંથી કુલ 542 ટ્રેન ચલાવાઈ છે. જેમાંથી 233 ટ્રેન માત્રને માત્ર ગુજરાતમાંથી ચલાવાઈ છે. આ ટ્રેન ગુજરાતમાંથી અલગ અલગ રાજ્યોમાં ગઈ છે. મહારાષ્ટ્રમાંથી 79 ટ્રેન ગઈ છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news