રાજ્યના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ આજે નિવૃત્ત, જાણો કોણ બન્યું કાર્યકારી ચીફ
Chief Justice Sonia Gokani Farewell : સોનિયા ગોકાણીની નિવૃત્તિ બાદ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂંક ના થાય ત્યાં સુધી કાર્યકારી ન્યાયાધિશ તરીકે એ. જે. દેસાઈની નિમણુંક કરાઈ છે. જસ્ટિસ એ.જે.દેસાઇ તા.૨૬ મી ફેબ્રુઆરી એટલે કે, સોમવારથી કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકેનો કાર્યભાર સંભાળશે
Gujarat Highcourt : ગુજરાત હાર્કોર્ટના ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણી આજે નિવૃત્ત થશે અને જસ્ટિસ એ.જે.દેસાઇ હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ નિયુક્ત થશે. ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણી તા.૨૫મી ફેબ્રુઆરીએ શનિવારના રોજ નિવૃત્ત થઇ રહ્યા હોઇ તેમના માનમાં આજે ગુજરાત હાઇકોર્ટમાં ફુલ કોર્ટ ફેરવેલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોનિયા ગોકાણીને સન્માન સાથે નિવૃત્તિ વિદાય આપવામાં આવી હતી. બીજીબાજુ, ભારતના રાષ્ટ્રપતિ દ્વારા હાઇકોર્ટના જસ્ટિસ એ.જે.દેસાઇની કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે સત્તાવાર નિમણૂંક કરવામાં આવી છે.
આ પ્રસંગે હાઇકોર્ટના અન્ય જજ, ન્યાયતંત્રના પદાધિકારીઓ, હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના હોદેદારો સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. બીજી બાજુ, સોનિયા ગોકાણીની નિવૃત્તિ બાદ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂંક ના થાય ત્યાં સુધી કાર્યકારી ન્યાયાધિશ તરીકે એ. જે. દેસાઈની નિમણુંક કરાઈ છે. જસ્ટિસ એ.જે.દેસાઇ તા.૨૬ મી ફેબ્રુઆરી એટલે કે, સોમવારથી કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકેનો કાર્યભાર સંભાળશે. ગુજરાત હાઇકોર્ટના નવા કાયમી ચીફ જસ્ટિસની નિમણૂંક થાય નહીં ત્યાં સુધી તેઓ એક્ટીંગ ચીફ જસ્ટિસ તરીકે કાર્યરત રહેશે. તેઓ તા. ૨૧ નવેમ્બર, ૨૦૧૧ના રોજ હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે નિયુક્ત થયા હતા અને પછી તા.૬ સપ્ટેમ્બર, ૨૦૧૩ ના રોજ હાઈકોર્ટના જસ્ટિસ તરીકે કન્ફર્મ થયા હતા.
આ પણ વાંચો :
પતિના મોતની ખબર મળવાના અડધા કલાક પત્નીએ પ્રાણ છોડ્યો, એકસાથે બંનેની અર્થી ઉઠી
વિન્ટેજ ગાડીઓમાં 165 વરરાજાની જાન નીકળી, જામકંડોરણામાં શાહી સમૂહ લગ્નોત્સવ યોજાયો
જસ્ટિસ એજે દેસાઈની પ્રોફાઈલ
એજે દેસાઈ એ મૂળ વડોદરાના છે. તેમણે 1982માં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અર્થશાસ્ત્રના વિષયમાંથી ગ્રેજ્યુએટ કર્યું હતું. વર્ષ 1985માં સર એલ એ શાહ કોલેજમાંથી તેમને એલએલબીની ડિગ્રી મેળવી હતી. જેઓએ 1985થી વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરી હતી અને 1994માં તેઓ હાઈકોર્ટના આસિસ્ટન્ટ ગર્વમેન્ટ પ્લીડર તરીકે નિયુક્ત થયા હતા. વર્ષ 2006થી 2009 સુધી તેઓ કેન્દ્ર સરકારના સ્ટેન્ડિંગ કાઉન્સિલ પણ રહી ચૂક્યા છે. જસ્ટીશ એ. જે દેસાઈના પિતા જીતેન્દ્રભાઈ દેસાઈ 1983થી 1989 સુધી હાઈકોર્ટના જસ્ટીશ હતા. એ. જે. દેસાઈનો પરિવાર કાયદા સાથે જ સંકળાયેલો છે.
ઉલ્લેખનીય છે કે, સોનિયા ગોકાણીને ગુજરાતના પહેલા મહિલા ચીફ જસ્ટિસનું બિરુદ મળ્યું છે. જેઓનો આજે કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. એમની નિવૃત્તિના થોડા દિવસો પહેલાં જ સરકારે એમને ચીફ જસ્ટિસનું બહુમાન આપી એમની સેવાને બિરદાવી હતી.
આ પણ વાંચો :
ખુશખબર! ગુજરાતમાં ધોરણ-8 પછી 20 હજારનું વાઉચર આપશે સરકાર, વિશ્વાસ ન હોય તો વાંચી લો
આ તે કેવું આત્મનિર્ભર બજેટ! 3 લાખ કરોડના 'ફ્લેટ બજેટ' સામે જાહેર દેવું 3.39 લાખ કરોડ