કેતન બગડા/અમરેલી :રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha election) પહેલા કોંગ્રેસ (Congress) માંથી પાંચ ધારાસભ્યોના રાજીનામા પડ્યા છે. જેમાં એક ધારી બેઠકના ધારાસભ્ય જેવી કાકડિયા (jv kakadiya) પણ સામેલ છે. રાજીનામુ આપ્યા બાદ જેવી કાકડિયા મીડિયા સામે આવ્યા ન હતા. ગઈકાલ બાદથી જેવી કાકડિયાની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. ત્યારે અચાનક કાકડીયાના પત્નીએ સામે આવીને ભરતસિંહ સોલંકી પર આક્ષેપ કર્યા છે. ભરતસિંહ સોલંકીને રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસમાંથી ઉમેદવાર જાહેર કરાયા છે. 


ગુજરાતી ફિલ્મોના કોમેડિયન ઈકબાલ કેસ્ટોનું અકસ્માતમાં મોત, શુટિંગથી પરત ફરી રહ્યાં હતા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢ અમરેલી જિલ્લાના ધારી બેઠકના ધારાસભ્ય જે.વી.કાકડીયાના ધર્મપત્ની કોકિલા કાકડીયા આજે મીડિયા સામે આવ્યા હતા. રાજ્યસભાના કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી સામે હળહળતા આક્ષેપ કર્યાં છે. તેમણે કહ્યું કે, ભરતસિંહ સોલંકીએ જ પહેલા ભાજપમાં ભળવાની વાત કરી હતી. બાદમાં ભરતસિંહની રાજ્યસભાની ટીકિટ નક્કી થતા જે.વી. ભાજપમાં ભળવાની વાત કરીને અમને બદનામ કર્યા છે. આ કારણે જ રાજીનામુ આપીને ભાજપમાં ભળવાના છે. આ સાથે જ તેમણે રાજીનામા બાદ ભાજપની ટીકીટ અને 2022માં પણ ટીકિટ આપવાની વાતનો સ્વીકાર કર્યો હતો. તો રૂપિયા સ્વીકારીને ભાજપમાં ભળવાની વાતનો અસ્વીકાર કોકિલા કાકડીયાએ કર્યો હતો. તો જે.વી.કાકડીયા ગાંધીનગરમાં જ છે અને ગાંધીનગરમાં રાજ્યસભાના ફોર્મની વિધિ પત્યા બાદ સામે આવશે તેવું જણાવ્યું. 


નીતિન પટેલનો મોટો ધડાકો, કોંગ્રેસમાંથી આજે બીજા રાજીનામા પડી શકે છે


જેવી કાકડિયાની રાજકીય કારકિર્દી
1995માં ચલાલ નગરપાલિકાના પ્રમુખ બન્યા. ત્યારે બીજેપીમાંથી ચૂંટાયા હતા. ત્યારબાદ 1995મા વિધાનસભાની ચૂંટણી આવતા તેઓ ભાજપમાંથી ધારી બેઠક માટે ટીકીટ માંગતા ભાજપ દ્વારા ટીકિટ અપાઈ ન હતી. ત્યારે તેઓ અપક્ષ ચૂંટણી લડ્યા હતા. તેમાં તેઓને 12000 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં બાલુભાઈ તંતીની ભાજપમાંથી જીત થઈ હતી. ત્યાર બાદ 1995માં તેઓ કોંગ્રેસ સાથે ભળ્યા હતા. ત્યારબાદ 1012માં વિધાનસભાની ચૂંટણી આવતા તેમના પત્ની કોકિલાબેનને કોંગ્રેસમાંથી ટીકિટ મળતા કોકિલાબહેન હારી ગયા હતા. ત્યાર બાદ 2017ની ચૂંટણીમાં ભાજપના નેતા દિલીપભાઈ સંઘાણીને હરાવી તેઓ ધારીના ધારાસભ્ય બન્યા હતા. કુલ 5 વખત ચલાલા નગરપાલિકાના પ્રમુખ બન્યા. જેમાં 2 વખત ભાજપમાંથી અને 3 વખત કોંગ્રેસમાંથી પ્રમુખ બન્યા હતા.


પ્રવિણ મારુની ZEE 24 kalak સાથે Exclusive વાત, કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાનું જણાવ્યું કારણ


રાજીનામુ આપનાર અબડાસાના ધારાસભ્યને બંગડી અપાઈ
રાજીનામુ આપનારામાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહને આજે પક્ષમાં ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લા કોંગ્રેસની મહિલા પદાધિકારી, રાજ્યના સેલ સભ્ય અને કોંગ્રેસ નગરસેવકોએ બંગડીઓ આપી હતી. ત્યારે બંગડી આપવાના મામલાને બીજેપી મહિલા પ્રદેશ પ્રમુખ જ્યોતિ પંડ્યાએ કહ્યું હતું કે, બંગડી એ સુહાગની નિશાની કહેવાય છે. મહિલાઓએ ધારાસભ્યને બંગડી આપી એ શરમજનક ઘટના છે. કોંગ્રેસમાં કોમ્યુનિકેશનનો અભાવ છે. કોંગ્રેસને પાઠ ભણાવવા માટે બીજેપી તૈયાર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...