નીતિન પટેલનો મોટો ધડાકો, કોંગ્રેસમાંથી આજે બીજા રાજીનામા પડી શકે છે

રાજ્યસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ તૂટી ગઈ છે. કોંગ્રેસ (Congress) માં અત્યાર સુધી પાંચ રાજીનામા પડી ગયા છે. આ રાજીનામાથી પાર્ટી હચમચી ગઈ છે. તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) મીડિયા સાથેની વાતચીતમાં મોટો ધડાકો કર્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાંથી હજી પણ આજે બીજા રાજીનામા પડી શકે છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. અધ્યક્ષે રાજીનામા અંગે સત્તાવાર જાહેરાત કરી છે. કોંગ્રેસમાં જૂથવાદ ચાલી રહ્યો છે. હજી ઘણા ધારાસભ્યો છે જે ભાજપમાં જોડાવા ઇચ્છુક છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાંથી ગઈકાલે ચાર રાજીનામા પડ્યા હતા, તો આજે ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતનું રાજીનામુ પડ્યું છે. 

નીતિન પટેલનો મોટો ધડાકો, કોંગ્રેસમાંથી આજે બીજા રાજીનામા પડી શકે છે

ઝી મીડિયા/ગાંધીનગર :રાજ્યસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ તૂટી ગઈ છે. કોંગ્રેસ (Congress) માં અત્યાર સુધી પાંચ રાજીનામા પડી ગયા છે. આ રાજીનામાથી પાર્ટી હચમચી ગઈ છે. તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) મીડિયા સાથેની વાતચીતમાં મોટો ધડાકો કર્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાંથી હજી પણ આજે બીજા રાજીનામા પડી શકે છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. અધ્યક્ષે રાજીનામા અંગે સત્તાવાર જાહેરાત કરી છે. કોંગ્રેસમાં જૂથવાદ ચાલી રહ્યો છે. હજી ઘણા ધારાસભ્યો છે જે ભાજપમાં જોડાવા ઇચ્છુક છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાંથી ગઈકાલે ચાર રાજીનામા પડ્યા હતા, તો આજે ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતનું રાજીનામુ પડ્યું છે. 

પ્રવિણ મારુની ZEE 24 kalak સાથે Exclusive વાત, કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાનું જણાવ્યું કારણ

નામ ન લઈને ભરતસિંહ સોલંકી પર કર્યો પ્રહાર
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરીને કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યોમાં ખૂબ મોટી આંતરિક જૂથબંધી છે. કોઈ આગળ ન વધી જાય તે માટે પ્રયાસ કરે છે. કોંગ્રેસની જૂથબંધીના કારણે ધારાસભ્યો તૂટે છે. ભાજપને તેની સાથે કોઈ લેવા દેવા નથી. કોંગ્રેસમાં વિધાનસભા ચૂંટણી વખતે 5-6 નેતાઓ પોતાના માણસોને ટિકીટ અપાવે છે. જેના કારણે આ ધારાસભ્યો પક્ષના બદલે વ્યક્તિને વફાદાર રહે છે. તો સાથે જ ભરતસિંહ સોલંકીનું નામ લીધા વગર નીતિન પટેલે કહ્યું કે, કોંગ્રેસના એક રાષ્ટ્રીય નેતાનું નામ રાજ્યસભા માટે જાહેર થયું હતું. પણ અહીંના એક સ્થાનિક નેતાએ દબાણ કરીને ઉમેદવારી કરી છે. એ રાષ્ટ્રીય નેતાના બદલે પોતાનું નામ જાહેર કરાવ્યું છે. 

તો બીજી તરફ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કહ્યું કે, ગૃહ ચાલુ છે અને કૉંગ્રેસનાં ધારાસભ્યો રાજ્ય બહાર ફરે છે. ક્રોસ વોટ કરીને કૉંગ્રેસનાં ધારાસભ્યો અમને વોટ આપવાના છે. કૉંગ્રેસ ધારાસભ્યો સાચવવા માટે રૂપિયા આપે છે. કૉંગ્રેસમાં આંતરિક કલેહ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news