ઝી બ્યુરો/જૂનાગઢ: રામનવમીના દિવસે ભડકાઉ ભાષણ આપવાના કેસમાં ચાર દિવસથી જેલમાં બંધ સામાજિક કાર્યકર્તા કાજલ હિન્દુસ્તાનીને જામીન મળી ગયા છે. જી હા,, સેશન્સ કોર્ટે કાજલના જામીન મંજૂર કરી દીધા છે. કાજલ હિંદુસ્તાનીને આ જામીન શરતોને આધીન આપવામાં આવ્યા છે. રામનવમીના દિવસે કાજલની હેટ સ્પીચના કારણે મામલો બિચક્યો હતો અને ફરિયાદ થઈ હતી. જેમાં 4 પહેલાં નીચલી કોર્ટે કાજલ હિંદુસ્તાનીના જામીન ફગાવી દેતાં જેલમાં જવું પડ્યું હતું. જો કે હવે સેશન્સ કોર્ટે કાજલ હિંદુસ્તાનીને શરતો સાથે જામીન આપ્યા છે. મળતી માહિતી અનુસાર કાજલ હિન્દુસ્તાની 5 દિવસ દિવસ બાદ જેલની બહાર આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દીકરાના મોતના સમાચાર સાંભળીને અતીક અહેમદ કોર્ટમાં બેહોશ થયો


કોણ છે કાજલ હિન્દુસ્તાની?
ઉનામાં તણાવનું કારણ રામ નવમીના દિવસે ઉશ્કેરણીજનક ભાષણ હોવાનું માનવામાં આવે છે. ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ કાજલ હિન્દુસ્તાની પર છે. આરોપ છે કે કાજલ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે ભારતીય લોકોમાં નફરત ફેલાવી રહી છે. અચાનક લાઇમલાઇટમાં આવેલી કાજલ હિન્દુસ્તાનીએ ઉનામાં વિશ્વ હિન્દુ પરિષદના સંમેલનમાં ભાગ લીધો હતો. લોકોનો આરોપ છે કે આ કોન્ફરન્સમાં કાજલે ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું અને લોકોમાં સાંપ્રદાયિક તણાવ વધવા લાગ્યો. તણાવ એટલો વધી ગયો કે પ્રશાસનને ભીડને શાંત કરવા માટે તમામ પ્રયાસો કરવા પડ્યા.


જાણી લો લોન લેનાર માટેના RBI ના નવા નિયમો, ડિફોલ્ટર થવા પર ઓછા ચૂકવવા પડશે પૈસા


લોકપ્રિયતા માટે સસ્તી રાજનીતિ..!
લોકોએ આરોપ લગાવ્યો છે કે કાજલ હિન્દુસ્તાનીએ એક ખાસ સમુદાય પર હુમલો કરતી વખતે નફરતભર્યા ભાષણ આપ્યા. ત્યારબાદ સાંપ્રદાયિક તણાવ વધવા લાગ્યો. આ હંગામા પછી કાજલ હિન્દુસ્તાનીનું નામ સતત ચર્ચામાં રહ્યું છે. તમને જણાવી દઈએ કે કાજલ હિન્દુસ્તાનીનું સાચું નામ કાજલ સિંગલા છે. વિશ્વ હિંદુ પરિષદના સંમેલનમાં જોડાયા બાદથી તે ચર્ચાનો વિષય બની છે. હવે સમાજનો એક વર્ગ કાજલની ધરપકડની માંગ કરી રહ્યો છે. આવો તમને જણાવીએ કે કાજલ હિન્દુસ્તાનીએ વિશ્વ હિન્દુ પરિષદના સંમેલનમાં શું કહ્યું અને કેવી રીતે આ સાંપ્રદાયિક તણાવ પ્રશાસન માટે નાસકો સમાન બની ગયો.


સુરતના ઉધનામાં તબીબની પત્નીએ આધેડને વધુ ઇન્જેક્શન મારી દેતાં મોત, પરિવારનો આક્ષેપ


ધર્મની આડમાં ફૂલીફાલી રહ્યા છે નફરતના સોદાગર 
સૌથી પહેલા તો અમે તમને જણાવી દઈએ કે જ્યારે પણ કોઈ ખાસ ધર્મની ઘટના બને છે ત્યારે આસ્થાના નામે નફરતનું ઝેર ઓકતા લોકો તેના પર નજર રાખે છે. મોકો મળતાં જ તેઓ નફરતના બીજ વાવવાથી બચતા નથી. હિન્દુઓનો તહેવાર હોય, રામનવમી હોય કે શિવરાત્રી.. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ પવિત્ર તહેવારો તોફાનો કર્યા વિના પૂરા થતા નથી. કેટલાક સ્વયં-ઘોષિત હિન્દુ પ્રવક્તા અને ઇસ્લામના પ્રચારકો ધર્મની આડમાં લોકોમાં નફરત ફેલાવવાનું કામ કરે છે. ઉના અને વડોદરામાં જે બન્યું તે આ કૃત્યનું જીવંત ઉદાહરણ છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે દેશની શાંતિ અને અસ્મિતા સાથે રમત કરનારા આવા લોકોની સંખ્યા વધી રહી છે. કાજલ હિન્દુસ્તાની પર પણ આવા જ આરોપો લગાવવામાં આવી રહ્યા છે.


Guru Gochar: 12 વર્ષ બાદ ગુરૂનું મેષમાં ગોચર, જાણો 12 રાશિઓ પર શું પડશે અસર


ઉનામાં શું થયું?
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં કથિત રીતે લઘુમતી સમુદાયને નિશાન બનાવીને દ્વેષપૂર્ણ ભાષણો આપ્યા બાદ કોમી તણાવ ફાટી નીકળ્યો હતો. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી. બજારો બંધ રહી, જ્યારે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાની ઘટના પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે અને બંને સમાજના આગેવાનોને મળીને તણાવ ઓછો કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


ખરેખર ફોન ખરાબ છે કે તમારો કાન? જાણો ઘણીવાર કેમ સંભળાતો નથી ફોન પર સામે વાળાનો અવાજ


ભારતીય રમખાણોનું મૂળ કારણ કાજલ?
પોતાની જાતને રાજકીય અને સામાજિક કાર્યકર તરીકે ઓળખ આપનારી કાજલ હિન્દુસ્તાનીએ ગુરુવારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત હિન્દુ સંમેલનમાં ધાર્મિક સમુદાયના સભ્યોને નિશાન બનાવ્યા બાદ શહેરમાં તણાવ વધી ગયો હતો, પોલીસે જણાવ્યું હતું. પોલીસ અધિક્ષક શ્રીપાલ શેષ્માએ જણાવ્યું હતું કે પોલીસ અને સ્થાનિક નેતાઓએ શનિવારે બંને સમુદાયોના પ્રતિનિધિઓ ધરાવતી શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી અને તેમને પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે કામ કરવા અપીલ કરી હતી.


RBIની આ સ્કીમથી સામાન્ય માણસોના ઘરે 'દિવાળી', લોકો જોતા હતા આ યોજનાની રાહ


કાજલે કોમી તણાવને જન્મ આપ્યો?
પોલીસ અધિક્ષકે કહ્યું, 'રામ નવમી (30 માર્ચ) ના રોજ, કાજલ હિન્દુસ્તાનીએ ઉનામાં એક કાર્યક્રમમાં તેના ભાષણ દરમિયાન એક સમુદાય વિશે અયોગ્ય વાતો કહી, જેના કારણે (કોમી) તણાવ થયો. અમે બંને સમુદાયના લોકોની શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી.


Viral News: મહિલાએ ઓર્ડર કર્યો 10 ઇંચનો પિત્ઝા, માપ્યો તો ભોપાળું નિકળ્યું


કાજલ હિન્દુસ્તાની પર કાર્યવાહી...
ફરિયાદ મળ્યા બાદ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ નફરત ફેલાવવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. કોમી અથડામણ બાદ રમખાણોના આરોપમાં પોલીસે 50 થી વધુ લોકોની અટકાયત કરી છે. પોલીસ અધિક્ષક (SP) શ્રીપાલ શેષ્માએ પત્રકારોને જણાવ્યું હતું કે, “અમે બે FIR નોંધી છે. એક કાજલ હિંદુસ્તાની વિરુદ્ધ નફરતભર્યા ભાષણ માટે, બીજી તોફાનો માટે ટોળા વિરુદ્ધ.