Kajal Hindustani Controversy : તેજાબી ભાષણ કરવામાં પ્રખ્યાત કાજલ હિન્દુસ્તાની સામે હવે પાટીદાર સમાજે મોરચો માંડ્યો છે. પાટીદાર સમાજની દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની વિશે ફરિયાદ દાખલ કરાઈ છે. મોરબીમાં રહેતા પાટીદાર સમાજના આગેવાન અને પાસ અગ્રણીએ કાજલ હિંદુસ્તાની સામે ફરિયાદ નોંધાવી છે. મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે જાહેર કાર્યક્રમમાં ટીપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની સામે ગુનો નોંધાયો છે. પાટીદાર સમાજના યુવા આગેવાન અને કોંગ્રેસના આગ્રણી મનોજભાઈ પનારાએ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ દાખલ કરી છે. તેમણે કહ્યું કે, જાહેરમાં કાજલ હિન્દુસ્તાની પાટીદાર સમાજની માફી નહી માંગે તો હાઇકોર્ટમાં જઈશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાજલ હિંદુસ્થાનીએ મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યારે ગુજરાતભરનો પાટીદાર સમાજ કાજલ હિન્દુસ્તાની સામે રોષે ભરાયો છે. મોરબીમાં રહેતા પાટીદાર સમાજના યુવા આગેવાનો મેદાને આવ્યા છે. કોંગ્રેસના અગ્રણી મનોજભાઈ પનારાએ કાજલ સામે ફરિયાદ દાખલ કરી છે. આ વાયરલ વીડિયો 8 જૂન 2023નો છે. શ્રી ગાધકડા મિત્ર મંડળ સુરતે આયોજિત 39માં સ્નેહમિલન સમારોહનો વીડિયો વાયરલ થતા વિવાદ વકર્યો છે. 


 


વિસાવદર પેટાચૂંટણીનો માર્ગ મોકળો થયો, ભાયાણીની જીતને પડકારનાર રીબડીયાએ લીધું પગલું


 


સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં 3 યુવકોના મોત, કારની બોડી ચીરીને મૃતદેહો બહાર કઢાયા