ધવલ પરીખ/નવસારી: નવસારીના આદિવાસી તાલુકાઓમાં ઉનાળામાં પાણી સમસ્યાનો સામનો કરવો apde છે. ત્યારે વાંસદા સહિત ચીખલીના ગામડાઓ કે જ્યાં 500 ફૂટે પણ ઉનાળામાં પાણી નથી મળતું, તેવા ગામડાઓને પીવાના પાણી અને સિંચાઈ માટે પાણી મળી રહે એ હેતુથી વાંસદાના જૂજ અને કેલિયા ગામે ડેમ બનાવવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરુણદેવ વિફર્યા! હિમાચલ-દિલ્હી બાદ હવે ગુજરાતનો વારો, જાણો ભયાનક ચેતવણી


ચોમાસામાં આ બંને ડેમ પુરા ભરાતા તેના કેચમેન્ટ વિસ્તારના ગામોને પીવા અને સિંચાઇનું પાણી મળી રહેતું હોય છે. ત્યારે આ વર્ષે ચોમાસુ શરૂ થતા જ નવસારી અને ઉપરવાસના જિલ્લામાં સારો વરસાદ નોંધાયો છે. જેના કારણે બંને ડેમમાં પાણીની આવક સારી રહેતા પૂર્ણતાને આરે પહોંચ્યા હતા. ત્યારે આજે વહેલી સવારે 4 વાગ્યે કેલિયા ડેમ છલકયો હતો. 


અંતે પ્રભુને ગમ્યું એ થયું! "રોશનભાઇ" ના અંગદાનથી 4 પરિવાર "રોશન"


ડેમ એની 113.40 મીટરની સપાટી વટાવતાં ઓવરફ્લો થયો હતો. જેને કારણે કેચમેંટ વિસ્તારમાં આવતા વાંસદા, ચીખલીના કુલ 23 ગામોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. કેલિયા ડેમ ઓવરફ્લો થતા આ ગામોમાં લોકોમાં ખુશી જોવા મળી છે. કારણ વર્ષ દરમિયાન પીવાના પાણીની અને જરૂરી સિંચાઇના પાનીની વ્યવસ્થા થઈ રહેશે. 


થોડાક વરસાદમાં અમદાવાદમાં કેમ પાણી ભરાય છે, એક પત્રથી થયો મોટો ખુલાસો


ત્યારે ગામના આગેવાનો સાથે ભાજપી આગેવાનોએ આજે કેલિયા ડેમ પર પહોંચી નવા નીરના વધામણા કર્યા હતા. ડેમમાં નારિયળ અને પુષ્પ પધરાવી મેઘરાજાને વંદન કરવા સાથે પાણીનું પૂજન કરાયું હતું. 


ભારતના આ રેલવે સ્ટેશન પરથી ચાલતા જઈ શકાય છે વિદેશ, માત્ર આ છે શરત!