થોડાક વરસાદમાં અમદાવાદમાં કેમ પાણી ભરાય છે, એક પત્રથી થયો મોટો ખુલાસો

Ahmedabad Riverfront : અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ માટે જવાબદાર રાજકીય વિવાદ શરૂ થયો છે. રાજ્યના સિંચાઈ વિભાગથી સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. વાસણા બેરેજનું લેવલ 131 ફૂટથી વધુ રાખવા સૂચન કર્યું હતું

થોડાક વરસાદમાં અમદાવાદમાં કેમ પાણી ભરાય છે, એક પત્રથી થયો મોટો ખુલાસો

Ahmedabad News અર્પણ કાયદાવાલા/અમદાવાદ : ગઈકાલે અમદાવાદ શહેરમા સર્જાયેલી જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદ શહેર માટે આ બહુ જ શરમજનક બાબત છે કે, મેગા સિટીની હાલત નાનકડા એવા વરસાદમાં બગડી જાય છે. ત્યારે આ વરસાદે તંત્રની મોટી પોલ ખોલી છે. રાજ્યના સિંચાઈ વિભાગના પત્રથી મોટો ઘટસ્ફોટ થયો છે. આ પત્ર સિંચાઈ વિભાગે એેએમસી કંટ્રોલ રૂમને લખ્યો હતો. 19 જુલાઈના પત્રમાં નદીનું લેવલ વધારવા ઉલ્લેખ કરાયો હતો. 

અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ માટે જવાબદાર રાજકીય વિવાદ શરૂ થયો છે. રાજ્યના સિંચાઈ વિભાગથી સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. વાસણા બેરેજનું લેવલ 131 ફૂટથી વધુ રાખવા સૂચન કર્યું હતું. વાસણા બેરેજથી ફતેવાડી કેનાલમાં સિંચાઈનું પાણી છોડાય છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને સિંચાઈનું પાણી અપાય છે. ડાંગરની ખેતી માટે ફતેવાડી કેનાલ મારફતે સિંચાઈનું પાણી આપવામાં આવે છે. પરંતું ગઈકાલે વાસણા બેરેજનું લેવલ 133 ફૂટ હોવાથી પાણીનો નિકાલ ન થયો. આ મામલે અમદાવાદમાં જળભરાવ ન થાય તે માટે એલિસબ્રિજના MLAએ પત્ર લખ્યો હતો. આ પહેલાં પત્ર લખીને 129 ફૂટ લેવલ કરવાની માંગ કરી હતી. હકીકતમાં વરસાદથી નહિ, પરંતું ગ્રામ્ય અને શહેરના ધારાસભ્યોના વિવાદથી અમદાવાદ જળમગ્ન થયું છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 23, 2023

 

આ પત્રમાં અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, ધોળકા, દસ્ક્રોઇ તાલુકા વિસ્તારમાં સિચાઇ અર્થે પાણી આપવાનો ઉલ્લેખ કરાયો હતો. વાસણા બેરેજનું લેવલ 131 ફુટની સપાટી હોય તો જ ફતેવાડી કેનાલ મારફતે 700 ક્યુસેક પાણી છોડી શકાય છે. ખરીફ સિઝનમાં ડાંગરના પાકના વાવેતર માટે પાણી છોડવામાં આવે છે. સિંચાઈ અર્થે યોગ્ય જથ્થામાં પાણી છોડવા માટે થાય છે અમદાવાદ જિલ્લાના ધારાસભ્યો દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ છે. 

કેનેડામાં અકસ્માતમાં ગુજરાતી વિદ્યાર્થીનું મોત, દીકરાના મોતથી પટેલ પરિવારમાં માતમ
 
ગઇ કાલે વરસાદ વચ્ચે સાંજે પાંચ કલાકે પણ વાસણા બેરેજનું લેવલ 133 ફુટ રખાયુ હતુ. 133 ફુટ લેવલ વધારે હોવાથી શહેરમાંથી પાણીનો નિકાલ થયો ન હતો. 133 ફૂટની સપાટી નિચી કરવા માટે 15 દરવાજા સાડા ફુટ ખોલી 33 હજાર ક્સુસેક પાણી છોડાયું હતું. મોડી રાત સુધી અમદાવાદ શહેરમા પાણી ભરાયેલા રહ્યા હતા. અગાઉ એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે પણ 129 ફુટ સપાટી રાખવા પત્ર લખાયો હતો. રજૂઆત છતાં કેમ સપાટીનું લેવલ 133 ફુટ રખાયુ છે. 

 

 

ત્યારે આ બાબત અનેક સવાલો ઉભા કરે છે. વરસાદી આગાહી હોવા છતાં કેમ કોઇ કાર્યવાહી ન કરાઇ. વરસાદી પાણી ભરાવા માટે કોણ જવાબદાર ? એએમસી તંત્ર કે સિંચાઈ વિભાગ ! અમદાવાદીઓની 80 લાખ વસ્તીને જીવના જોખમે કેમ મુકાઇ ?? હજારો વાહન અને જાનમાલને થયુ નુકશાન?? કોણ સ્વીકારશે જવાબદારી ??

અમદાવાદમાં ગઈકાલ થી પડી રહેલા વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટના સામે આવી છે ગાંધી આશ્રમ પાસે આવેલા શરદ કોલોની ના મકાનોમાં ગઈકાલ તો આજથી પાણી ભરાઈ જતા ઘરોમાં કિચડ ભરાઈ ગયા છે જેના કારણે લોકોને ઘરવખરી પણ મોટું નુકસાન જોવા મળી રહ્યું છે સાથે જ જે રીતે પાણી ભરાયા છે તેના કારણે આ વિસ્તારોમાં રોગચાળાની પણ સમસ્યા જોવા મળી રહી છે 25 મકાનો ની આ કોલીની માં દરેક ના ઘરમાં પાણી ભરાયા છે લોકો માટે ગઈ કાલ ની રાત હતી ભારે ઘરનો તમામ સમાન હાલ પાણી અંર કદવ ના કારણે બગડી ગયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news