જયેન્દ્ર ભોઇ/કાલોલ: કાલોલની તાલુકાની નાદરખા પ્રાથમિક શાળામાં વિદ્યાથીઓને ઝેરી વાયુની અસર થતા 10 જેટલા વિદ્યાર્થીઓને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. શાળા તરફ ફુકાયેલા પવનમાં કેમિકલ યુક્ત વાયુ ભળી જવાથી તેની સીધી અસર વિદ્યાર્થીઓને થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે, કે આ શાળાથી થોડા જ અંતરે એક કેમિકલ કંપની આવેલી છે. શાળા બાજુ આવી રહેલા પવનથી વિદ્યાર્થીઓની હાલ બગડી હતી, કેટલાક વિદ્યાર્થીઓ અર્ધબેભાન સ્થિતિમાં આવી ગયા હતા અને ઉલટી પણ થઇ હતી. સ્થાનિક પોલીસે અને વહિવટીતંત્રના અઘિકારીઓ ઘટનાની જાણ થતા સ્થળ પર પહોચ્યા હતા. વિદ્યાર્થીઓની હાલત બગડતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.


મહિલાઓએ દારૂની હેરાફેરી માટે અપનાવ્યો નવો કિમિયો, પોલીસ પણ આશ્ચર્યચકિત


હોસ્પિટલ ખસેડવામાં આવેલા વિદ્યાર્થીઓની ગોધરા સિવિલમાં સારવાર કરવામાં આવી રહી છે. હવામાં ભળેલો ઝેરી કેમિકલ વાયુ કેટલુ નુકશાન કારક છે અને તેનાથી બાળકોના શરીરને કેટલું નુકશાન થઇ શકે તે અંગે તબીબો દ્વારા રીપોર્ટ્સ કરવામાં આવી રહ્યા છે. પોલીસએ આ અંગે તપાસનો દૌર શરૂ કર્યો છે.



બાળકોની તબિયત લથડતા વાલીઓ દ્વારા રોડ પર શાળાનો અને કેમિકલ કંપનીનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. વાલીઓના ટોળેટોળા કેમિકલ કંપની પાસે જઇને વિરોધ કરી રહ્યા છે. ત્યારે રોષે ભરાયેલા વાલીઓએ કેમિકલ કંપનીપર પથ્થરમારો ફણ કર્યો હતો.