BJP Internal Politics : કલોલમાં ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કલોલ નગરપાલિકામાં કારોબારી ચેરમેનના વિવાદમાં ભાજપમાં રાજીનામાનો દોર શરૂ થયો છે. ભાજપના 9 કોર્પોરેટરોએ રાજીનામું આપી દેતા શહેરનું રાજકારણ ગરમાયું છે. ગાંધીનગરના કલોલમાં એક પછી એક કુલ 9 કોર્પોરેટરોના રાજીનામા પડ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂંકથી રોષે ભરાયેલા કોર્પોરેટરોએ આ પગલું ભર્યું છે. સાથે જ નગરપાલિકાના પ્રમુખ સામે પણ નારાજગી દાખવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કલોલ નગરપાલિકાના રાજીનામું આપનારા કોર્પોરેટર 


1 મનુભાઈ પટેલ
2 ભુપેન્દ્ર પટેલ
3 જીતુભાઇ પટેલ
4 પ્રદીપ સિંહ 
5 અનિલ ભાઈ
6 હીના બેન
7 ચેતન કુમાર
8 કેતન શેઠ
9 દિનેશ પટેલ


કલોલ નગરપાલિકામાં ભાજપનું શાસન છે. ત્યારે ફરી એકવાર કલોક નગરપાલિકામાં આંતરિક કલેહ સામે આવ્યો છે. અગાઉ પ્રમુખની વરણી વખતે પણ કોર્પોરેટરોએ રાજીનામા આપ્યા હતા. તે સમયે સમજાવીને રાજીનામા પરત લેવાયા હતા. ત્યારે ફરી એકવાર જનરલ બોર્ડની બેઠક પહેલાં જ રાજીનામાથી ખળભળાટ મચી ગયો છે. 


સુરતના સોલંકી પરિવારને ધરમ કરતા ધાડ પડી, નજીકના જ વ્યક્તિએ દીધો દગો


કલોલ નગરપાલિકા માં 11 વોર્ડ ના 44 સદસ્યો હતા, જેમાં બીજેપીના 33 સદસ્યો હતા. તેમાંથી 9 જેટલા સદસ્યોએ નારાજ થતા રાજીનામુ ધરી દીધું હતું. અગાઉ નવા પ્રમુખ શૈલેષ પટેલની વરણી થઈ હતી ત્યારે પણ આજ કોર્પોરેટરો રાજીનામુ આપ્યું હતું. પણ ત્યારે સંગઠને તમામને મનાવી લીધા હતા. પણ એ બાદ ચેરમેનની વરણી બાકી હતી, જ્યાં આજે ચેરમેન તરીકે પ્રકાશ વર્ઘડેની નિમણુંક થતા ફરી રાજીનામુ ધર્યું છે. ત્યારે આ કલોલ પાલિકા અગાઉની જેમ નારાજ કોર્પોરેટર મનાવી લેશે કે રાજીનામા સ્વીકારશે જે આજે બોર્ડની બેઠકમાં નિર્ણય થશે.


વલસાડના રાજજોશી પરિવારે પાસે છે ટચૂકડો ખજાનો, 7 પેઢીથી પરિવાર કરે છે રક્ષા