વલસાડના રાજજોશી પરિવારે પાસે છે ટચૂકડો ખજાનો, 7 પેઢીથી પરિવાર કરે છે રક્ષા

Smallest Bhagavad Gita ઊમેશ પટેલ/વલસાડ : ભાગવત ગીતા તો તમે ગણી જોઈ હશે. અલગ અલગ ભાષાઓમાં, અલગ અલગ રૂપોમાં. વલસાડમાં એક અનોખી ભાગવત ગીતા છેલ્લા 7 પેઢીથી બ્રાહ્મણ રાજજોષી પરિવાર પાસે સાચવી રાખી છે. ધરમપુરના રાજા દ્વારા ભેટ આપવામાં આવેલી 250 વર્ષ જૂની ભાગવત ગીતા 1 ઇંચ જેટલી નાની છે અને અન્ય ભાગવત ગીતાના જેમ 18 અધ્યાયને સંસ્કૃતમાં લખવામાં આવ્યા છે. સાથે આ એક ઇંચની ભાગવત ગીતા સાથે જોડાયેલી છે એક અનોખી કથા.
 

1/8
image

આ ટચૂકડી ભાગવત ગીતાને વાંચવા અને સાચવવા માટે એક અનોખી પંચ ધાતુની નાની પેટી પણ બનાવવામાં આવી છે. 

2/8
image

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે રહેતા બ્રાહ્મણ રાજજોષી પરિવાર પાસે અનોખી ભાગવત ગીતા છે. જે ધરમપુરના રાજા દ્વારા બ્રાહ્મણ રાજજોષી પરિવારને 250 વર્ષ પહેલાં ભેટમાં આપવામાં આવી છે. જે માત્ર 1 ઇંચની ભાગવત ગીતા છે. આ 1 ઇંચની ભાગવત ગીતામાં સામાન્ય ભાગવત ગીતાની જેમ 18 જેટલા અધ્યાયો સંસ્કૃત ભાષામાં સૂક્ષ્મ અક્ષરોથી લખાયા છે.   

3/8
image

આ ભાગવત ગીતા વાંચવા માટે પ્રાચીન સમયમાં પણ બિલોરી કાચનો ઉપયોગ કરવામાં આવતો હતો. ગીતા અને બિલોરી કાચ સાચવવા માટે પ્રાચીન સમયના રાજા દ્વારા અનોખી પંચ ધાતુની નાની પેટીને સાચવવા માટે બનાવાયી છે. આ ભાગવત ગીતા સરળતાથી વાંચી શકાય અને સાચવામાં પણ સળતા રહે.   

4/8
image

આ ગીતા સાથે એક અનોખી કથા પણ જોડાયેલી છે. સવંત 1887 ના અંદર ધરમપુર ખાતે રાજા ધર્મદેવનું રાજ હતું. તે દરમિયાન રાજજોષી સ્વ.શંભુરામ જોષીને રાજાએ તિથિ અંગે પૂછતાં અમાસને ભૂલથી પૂનમ કહી ઘરે આવી ગયા હતા. બાદમાં ભૂલ ધ્યાને આવતા પરત રાજા પાસે ગયા હતા અને પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો. ત્યારે રાજા એ કહ્યું હતું તમે પૂનમ કહ્યું તો અમે માની લીધું કે પૂનમ છે. એમ કહી રાજાએ રાજજોષીને પૂનમનો ચાંદ બતાવવા કહ્યું હતું. રાજજોષી સ્વ.શંભુરામ જોષી ઘરે આવી તામ્રપત્ર પર વેડ મંત્રો લખી ભગવાનને પ્રાર્થના કર્યા બાદ હવામાં ઉડાડયું હતું. તે બાદ ધરમપુર ના 14 ગામોમાં અમાસ હોવા છતાં પૂનમનો ચંદ્ર દેખાયો હતો. જે બાદ ધરમપુરના રાજા ધર્મદેવ દ્વારા ખુશ થઈ ગયા હતા અને આ ભાગવત ગીતા ભેટમાં આપી હતી.   

5/8
image

રાજજોશી પરિવારને 7 પેઢીથી આ ટચૂકડી ભાગવત ગીતા સાચવી રાખી છે. ઋદેવાંગભાઈ અનિલદેવ ભટ્ટ આ પરિવારના 7 મી પેઢીના પુત્ર છે.   

6/8
image

રજવાડી નગરી ધરમપુર ખાતે અનેક પ્રાચીન વસ્તુઓ જોડાયેલી છે, ત્યારે ધરમપુર ખાતે 250 વર્ષ જૂની 1 ઇંચની ભાગવત ગીતા હંમેશા ચર્ચામાં રહે છે.   

7/8
image

7 પેઢીથી ભાગવતગીતાની સાચવણી કરતા રાજજોષી બ્રાહ્મણ પરિવારની યાદી આ પ્રમાણે છે. સૌપ્રથમ રાજાએ આ ગીતા સ્વ શંભુરામ જોષીને આપી હતી, જેઓ રાજાને ત્યાં રાજ જ્યોતિષ હતા. ત્યાર બાદ પેઢીનો વારસતો બદલાતો ગયો પરંતું ભાગવત ગીતા સચવાતી રહી. સ્વ. શંભુરામ જોષીના પુત્ર સ્વ.દુર્લભરામ જોષી. સ્વ.દુર્લભરામ જોષી-પુત્રસ્વ હરિનારાયણ. સ્વ.કરિનારાયણના પુત્રી સ્વ.શુશીલાબેન. સ્વ. સુશીલાબેનના પુત્ર સ્વ.અનિલદેવ ભટ્ટ ભાગાભાઈ જોષી. અંતે  સ્વ.અનિલદેવ ભટ્ટ પત્ની સ્વ.ભારતીબેન. સ્વ.અનિલદેવ ભટ્ટના પુત્ર યોગીનભાઈ ભટ્ટ, જયેશભાઈ ભટ્ટ દેવાંગભાઈ ભટ્ટ, પુત્રી નિષાબેન તથા પૌત્ર હર્ષિવ ભટ્ટ, જયમીન ભટ્ટ આ અમારો પરિવાર છે. આગળ પણ અમે આ ભાગવત ગીતાને અમારી આવનારી પેઢીને એ જ સમજાવીને સોંપીશુ કે એને કઈ રીતે સાચવવી અને એનું મહત્વ કેટલું અગત્યનું છે અને એ કેટલી અમૂલ્ય છે.  

8/8
image