કાલુપુર સ્વામિનારાયણ મંદિરને 200 વર્ષ પૂર્ણ, સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને હર્ષ સંઘવીનું મહત્વપૂર્ણ નિવેદન
રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પર્વ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં આવેલા સાધુ - સંતોના આશીર્વાદ લીધા હતા. આ કાર્યક્રમમાં કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજ, વજેન્દ્ર પ્રસાદ મહારાજ સહિત અનેક સાધુ - સંતો ઉપસ્થિત રહ્યા હતા.
અતુલ તિવારી/અમદાવાદ: કાલુપુર સ્થિત સ્વામિનારાયણ મંદિરને 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. જેના ઉપલક્ષમાં અડાલજમાં 27 ફ્રેબ્રુઆરીથી 5 માર્ચ સુધી વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. 7 દિવસના કાર્યક્રમમાં 15 હજારથી વધુ વિદેશથી હરિભક્તો સાથે 30 લાખથી વધુ ભક્તો દર્શનનો લાભ લેશે. જેમના માટે ભોજનથી લઈ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પર્વ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં આવેલા સાધુ - સંતોના આશીર્વાદ લીધા હતા. આ કાર્યક્રમમાં કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજ, વજેન્દ્ર પ્રસાદ મહારાજ સહિત અનેક સાધુ - સંતો ઉપસ્થિત રહ્યા હતા. 27 ફ્રેબ્રુઆરીથી 5 માર્ચ સુધી આ વિશેષ કાર્યક્રમની વિશેષ ઉજવણીનું આયોજન થયું છે. જેમાં 15,000 જેટલા વિદેશથી હરિભક્તો સહિત અંદાજે 30 લાખથી વધુ ભક્તો વિશેષ કાર્યક્રમનો હિસ્સો બન્યા છે.
તમને જણાવી દઈએ કે, હરિભક્તો માટે ભોજનથી લઈ રોકાણ સહિતની તમામ વ્યવસ્થા કરાઈ છે. 7 દિવસ સુધી પર્વ કાર્યક્રમમાં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરાયું છે. 200 બાય 200 ફૂટની ભવ્ય યજ્ઞશાળા પણ તૈયાર કરાઈ છે. 10 વિધા જમીનમાં 50 હજાર કિલો વાંસના ઉપયોગથી વિશેષ યજ્ઞશાળા તૈયાર કરાઈ છે.
હરિભક્તો માટે સતત 7 દિવસ સુધી જુદા જુદા સાધુ - સંતોનું પ્રવચન, હરિભક્તો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ, કથા તેમજ અન્ય પ્રાસંગિક કાર્યક્રમ સહિત માર્ગદર્શન મળે એવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ સ્થળે ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળતી પારંપરિક છબી ઉભી કરાઈ છે.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમણે એક નિવેદન આપતા જણાવ્યું કે, કોરોનામાં લોકો એકબીજાની ખબર પૂછવા માટે ડરતા ત્યારે 3500 બેડની કાલુપુર મંદિર તરફથી લોકોની મદદ માટે વ્યવસ્થા કરી આપી હતી. રાજ્યના પોલીસ જવાનો કે જેઓ સેવા કરી રહ્યા હતા, એમનો વિચાર કરીને 1500 થી વધુ બેડની મદદ કરી હતી. 7 જિલ્લામાં ટીફીનની વયસ્થા પણ ઉભી કરી હતી. યુક્રેનમાં જ્યારે હુમલો થયો છે ત્યારે આસપાસના લોકો એકબીજાનો ચહેરો જોવા નથી માંગતા, ત્યારે આ સાધુ સંતો લોકો માટે વ્યવસ્થા કરી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ પંથમાં કહેવાય છે કે સૌથી વધુ લોક જાગૃતિનું કામ નશા માટે કરે છે. એ કામ હું આગળ વધારવા ગુજરાત પોલીસ સાથે કાર્યરત છીએ. હું વિનંતી કરીશ કે નશા મુક્તિની જુમ્બેશ વધુ મજબૂત બનાવે.
સંઘવીએ ઉમેર્યું હતું કે, આપણે કરોડોનું ડ્રગ્સ ગુજરાતમાં આવતું અટકાવ્યું છે. કાલુપુર મંદિરમાં માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયને જ નહીં સમગ્ર રાજ્યને આસ્થા અને વિશ્વાસ છે. એક મંદિરથી આજે આ સંપ્રદાયના 12 હજાર મંદિર બનાવ્યા છે, દુનિયાભરમાં તમામને સાચા રસ્તા પર ચાલવાની પ્રેરણા પુરી પાડશે. મેં આચાર્યશ્રીને કહ્યું કે આ કાર્યક્રમમાં લાખો લોકો આવી રહ્યા છે, પણ અડાલજના રોડ પર ટ્રાફિક નથી, કોઈના વાહનો રોડ પર પાર્ક નથી, આ વ્યવસ્થા એક અભ્યાસનો વિષય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube