અમદાવાદ :હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યાકાંડ (Kamlesh Tiwari Murder) માં પિસ્તોલ આપનાર યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુપી અને ગુજરાત એટીએસ (Gujarat ATS) એ કાનપુરથી યુસુફ ખાનની ધરપકડ ગઈકાલે કરી છે. મૂળ યુપીના ફતેહપુરના રહેવાસી યુસુફે સુરત (Surat) ના હત્યારાઓને પિસ્તોલ આપી હતી. તે થોડો સમય ગુજરાતમાં પણ રહ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છઠ પૂજામાં મહિલાઓ સેંથાથી નાક સુધી લાંબું સિંદૂર લગાવે છે, બહુ જ ફાયદાની છે આ પ્રથા


પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતના સુરતના હત્યારાઓને યુસુફે જ પિસ્તોલ આપી હતી. યુપી અને ગુજરાત એટીએસએ કાનપુરના ઘંટાઘરમાંથી યુસુફની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ખુર્શીદબાગ વિસ્તારમાં હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની 18 ઓક્ટોબરના રોજ બપોરે હત્યા કરવામાં આવી હતી. ભગવો કુરતો પહેરીના આવેલા યુવકોએ પહેલા ચાકુ અને બાદમાં ગોળીઓથી ક્રુરતાપૂર્વક કમલેશ તિવારીની હત્યા કરી હતી. 


ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો, કોડીનાર માર્કેટ યાર્ડમાં હરાજી માટેની 8000 ગુણ મગફળી પલળી


આ હત્યાકાંડમાં ગુજરાત એટીએસએ ત્રણ હત્યારાઓ મૌલાના મોહસીન શેખ સલીમ, રશીદ અહેમદ પઠાણ અને ફૈઝાનીન ધરપકડ કરી હતી. પૂછપરછમાં હત્યા કરનારાઓમાં સુરતના જ અન્ય આરોપી અશફાક અને મોહઈનુદ્દીનના નામ સામે આવ્યા હતા. ગુજરાત એટીએસએ 22 ઓક્ટોબરના રોજ બંનેની ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પરથી ધરપકડ કરી હતી. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :