ઝી મીડિયા/બ્યૂરો :ધંધૂકા (dhandhuka) નો કિશન ભરવાડ મર્ડર કેસ (kisan bharvad) હવે દેશભરમાં ચર્ચાતો મુદ્દો બન્યો છે. અનેક લોકો આ ઘટનાને વખોડી રહ્યા છે. તો અનેક લોકો તેને લઈને પ્રતિક્રીયા આપી રહ્યાં છે. આવામાં અભિનેત્રી કંગના રનૌતની પણ પ્રતિક્રિયા સામે આવી છે. આ ઘટના પર પ્રતિક્રીયા આપનારી કંગના (kangana ranaut) બોલિવુડની પહેલી સેલિબ્રિટી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંગનાએ ટ્વીટર પર લખી લાંબી પોસ્ટ
કંગના રનૌટે પોસ્ટમાં લખ્યુ કે, 'ફેસબુક પોસ્ટને કારણે કિશન ભરવાડની હત્યા મસ્જિદ તથા મૌલવીએ આયોજનબદ્ધ રીતે કરી છે, કારણ કે તેઓ વિચારતા હતા કે ભગવાનને આ પોસ્ટ નહીં ગમે અને તેમણે ભગવાનના નામે તેને મારી નાખ્યો. આપણે કોઈ મધ્ય યુગમાં જીવતા નથી અને સરકારે આવી હત્યાઓ સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. કિશન માંડ 27 વર્ષનો હતો અને તેને બે મહિનાની દીકરી હતી. તેને પોસ્ટ ડિલિટ કરવાનું તથા માફી માગવાનું કહેવામાં આવ્યું હતું અને તેણે તેમ કર્યું હોવા છતાંય ચાર માણસોએ તેની ઘાતકી હત્યા કરી નાખી. તે શહીદથી સહેજ પણ ઓછો નથી. તે દરેકની સ્વતંત્રતા માટે મૃત્યુ પામ્યો છે, આવા જ લોકો દેશને અફઘાનિસ્તાન બનાવતા અટકાવી રહ્યા છે. તેની વિધવાને પેન્શન મળવું જ જોઈએ. ઓમ શાંતિ.'



કિશન ભરવાડની હત્યાના પડઘા
કિશન ભરવાડની હત્યાને પગલે અનેક સમાજના પડઘા પડ્યા છે. અનેક સમાજ દ્વારા બંધના એલાન કરાયા છે. તો લોકોએ રસ્તા પર ઉતરીને કિશન ભરવાડ માટે ન્યાયની અપીલ કરી છે. આ ઘટના અંગે ભાજપ પ્રદેશ પ્રમુખે નિવદેન આપ્યુ કે, આવી કોઈપણ ઘટના ચલાવી નહિ લેવાય. ગૃહમંત્રી કડક પગલા લઈ રહ્યા છે. કેટલાક લોકો વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રાજ્ય સરકાર આવી ઘટનાઓને સાંખી નહિ લે.