મૌલિક ધામેચા/અમદાવાદ: દર વર્ષની જેમ અમદાવાદમાં આ વર્ષે પણ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યુ છે. જેને લઇ સાત દિવસના અલગ અલગ કાર્યક્રમો માણવા લાખોની સંખ્યામાં શહેરીજનો કાંકરિયા કાર્નિવલની મુલાકાત લેતા હોય છે. જેમા સુરક્ષા પુરી પાડવા 2000થી વધુ પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવશે. સાથે જ છેડતી અને મોબાઇલ ચોરી કરતા શખ્સને પકડવા ફેસ રિકોગનાઇઝ કૅમેરા પણ લાગવાશે. જેથી આવા તત્વોને બહારથી જ અટકાવી શકાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ તો આ કાર્નિવલમાં અમદાવાદી સહેલાણીઓ મોટી સંખ્યામાં કાંકરિયા ખાતે ઉમટી પડતા હોય છે. ત્યારે કેટલાક ઇસમો દ્વારા આ તકનો લાભ લઈ મોબાઇલ ચોરી ચેન સ્નેચિંગ અને વાહન ચોરી કરવાના ઇરાદે પણ કાર્નિવલમાં આવતા હોય છે. આવા ઇસમોને પોલીસ આ વર્ષે કાર્નિવલના ગેટ બહારથી જ ઝડપી પાડે તેવી સિસ્ટમ ગોઠવવામાં આવશે. મહત્વનું છે કે, કાંકરિયાના અલગ લગ ગેટના એન્ટ્રી પોઇન્ટ પર જ ફેસ રિકોગનીઝ કેમેરા લગાડીને બાજ નજર રાખવામાં આવશે.


વધુમાં વાંચો...નામની નશાબંધી: ગુજરાતમાં દારૂબંધીનું સત્ય, આ રહ્યા ગુજરાતના કુખ્યાત બુટલેગરો


આ કેમેરામા 30 હજારથી વધુ લિસ્ટેડ ગુનેગારોની વિંગતોનો ડેટા રાખવામાં આવશે. જેનાથી શકમંદ કે ગુનેગારને બહારથી જ પોલીસ પકડી લઈ કાર્યવાહી કરી શકે છે. તો નશીલા પદાર્થોનું સેવન કરી કાર્નિવલમાં હોબાળો કરતા ઈસમોને બ્રેથ એનેલાઇઝર વડે ચેક કરવામાં આવી રહ્યા છે. જ્યારે ટ્રાફિકને લઈ અવ્યસ્થાના સર્જાય તે માટે દરેક પોઇન્ટ પર ટ્રાફિક જવાનોની પણ મોટી સંખ્યામાં ગોઠવણી કરી દેવામાં આવી છે.