ઉદય રંજન/અમદાવાદ: કાંકરિયા રાઈડ તૂટવાના મામલે રાઈડના સંચાલક પિતા પુત્ર સહિત છ આરોપીઓના 2 દિવસ રિમાન્ડ અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે મંજુર કર્યા છે. પોલીસ દ્વારા તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં એસેમ્બલ થયેલી રાઈડ ક્યાંથી લાવ્યા, મેઇન્ટનેન્સ અને FSL રિપોર્ટ ના મુદ્દાઓ કોર્ટ સમક્ષ ટાંચવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ બચાવ પક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું કે, 2014 થી આજદિન સુધી રાઈડમાં અકસ્માત થયો નથી. બચાવ કામગીરીમાં રાઈડના સંચાલક સહિતના લોકો પણ જોડાયા હતા. અને પોલીસ તપાસમાં પણ પૂરો સહકાર આપી રહ્યા છે. કોર્ટે બન્ને પક્ષોને સાંભળી સાંભળી 18 જુલાઈ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.


અમદાવાદ: ગુટખાની પડકી ખાવા મુદ્દે તકરાર થતા મિત્રએ જ કરી મિત્રની હત્યા


જુઓ LIVE TV:



અમદાવાદના કાંકરીયા ખાતે રાઈડ તુટતા બનેલી દુ:ખદ ઘટનામાં બેના મોત 29 લોકો ઈજાગ્રસ્ત થયા બાદ તમામ ઈજાગ્રસ્તોની એલ.જી.હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે એલ.જી.હોસ્પીટલના સુપરીન્ટેન્ડન્ટના જણાવ્યા મુજબ 1 વ્યક્તિની સ્થિતિ હજુ પણ અત્યંત નાજુક છે. જ્યારે બાકીના 27 વ્યક્તિની સ્થિતિ હાલ સ્થિર છે. તમામ ઈજાગ્રસ્તોની સારવાર એલજી હોસ્પિટલ દ્વારા વિનામુલ્યે કરવામાં આવી રહી છે.