સપના શર્મા, અમદાવાદ: ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષોમાં એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ત્યારે ભાજપ નેતા કપિલ મિશ્રાએ આમ આદમી પાર્ટી ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા. કપિલ મિશ્રાએ આક્ષેપ કરતા કહ્યું કે, આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં માત્ર વાયદા કર્યા પણ કામગીરી કરી નહીં. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી માત્ર વચનોની લ્હાણી કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપ ઉપર આડકતરો કટાક્ષ કરતા કપિલ મિશ્રાએ કહ્યું કે, દિલ્હીમાં ગુજરાતનો સિંહ આવ્યો પણ આજકાલ હું જોવું છું કે દિલ્હીથી અહીં કાંચિડો આવી રહ્યો છે. રાષ્ટ્રવાદ ભારતની રાજનીતિનું કેન્દ્ર બને તે માટેનો વિચાર પણ નહતો કરવામાં આવતો. વિકાસના નામે વોટ મળવાની શરૂઆત માત્ર ગુજરાતમાં થઈ છે. પહેલા એવું લાગતું હતું કે, ભ્રષ્ટાચાર દૂર નહીં થાય પણ ભ્રષ્ટાચારને દૂર કરવાનું સપનું જોવડાવ્યું અને ત્યારબાદ તેને પુરા કરવાનું કામ ગુજરાતના દીકરાઓએ કર્યું.


આ પણ વાંચો:- સત્તાની શતરંજ: ગુજરાતમાં ચૂંટણી પછી મુખ્યમંત્રી કોણ? ભાજપ, કોગ્રેસ અને આપના CM ના ચહેરા


ગુજરાતમાં 2002 બાદ રમખાણો થવાના બંધ થયા અને આજે ગુજરાત એક મોડલ છે. દિલ્હી પણ મોડેલ છે. 2015 પછી રમખાણો થવાનું મોડેલ છે. દિલ્હીના લોકો ગુજરાતમાં પથ્થર ફેંકવાનું મોડેલ ફોલો કરી રહ્યા છે. જેમના નિશાના ઉપર પ્રધાનમંત્રી છે. હું સવાલ પૂછું છું કે, દિલ્હીમાં 7 વર્ષમાં એવી એકપણ શાળા દેખાડો જેનો પાયો નખાયો હોય. 7 વર્ષ પહેલા 99 ટકા પરિણામ આવતું હતું પણ ગત વર્ષે 87 ટકા પરિણામ આવ્યું છે. આ છે દિલ્હીનું મોડેલ. 40 ટકા વિદ્યાર્થી ધોરણ 9 અને 11 માં નાપાસ કરવામાં આવે છે. જેથી ધોરણ 10 અને 12 નું પરિણામ ઓછું ન દેખાય.


ગુજરાતમાં હીરા વેચનારાઓ સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. તેમને કહેવામાં આવી રહ્યું છે કે, દિલ્હીમાં 10 લાખ નોકરી આપી પણ મેં કરેલી RTI માં મને જાણવા મળ્યું કે, 7 વર્ષમાં માત્ર 3 હજાર નોકરી આપવામાં આવી છે. 3 હજાર નોકરી આપવાવાળા 10 લાખ દેખાડનારા લોકો બીજે ક્યાંય પણ ચાલી શકે છે પરંતુ ગુજરાતમાં નહીં ચાલી શકે. હું થોડા સમય પહેલા દિલ્હીના ચાણક્યપુરીમાં ગયો હતો. ત્યાં દુનિયાના એમ્બેસડર રહે છે. તેમની સામે સંજય વસ્તી રહે છે. ત્યાં 15 દિવસથી પાણી નથી. વીજળી નથી. તે જ દિવસે સુરતમાં ભાષણ આપી રહ્યા છે કે, સુરતમાં વીજળી ફ્રીમાં આપીશું.


આ પણ વાંચો:- ભાદરવી પૂનમે ભક્તોનું ઘોડાપૂર, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું અંબાજી મંદિર


દિલ્હીમાં 10 થી 12 લોકો દર વર્ષે ટેન્કર ઉપર પાણી લેવા ચઢતા સમયે મૃત્યુ પામે છે. જે સમયે દેશમાં ઓક્સિજન શોધવામાં આવી રહ્યું હતું તે સમયે દિલ્હીમાં દારૂની દુકાનો ખોલવામાં આવી રહી હતી. તમારા સમયમાં બનેલી એક શાળા, એક બ્રીજ, એક સ્કૂલ અને એક હોસ્પિટલનું નામ આપો.


લવ જેહાજ અંગે કપિલ મિશ્રાનું નિવેદન
ત્રણ દિવસ પહેલા આપના પ્રવક્તા રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે લવ જેહાદ જેવું કંઈ નથી. ત્યારે રાઘવજીના આ નિદવેન પર કપિલ મિશ્રાએ નિશાન સાધતા કહ્યું હતું કે, સમસ્યા છે તો માનો તો ખરા. ગુજરાતમાં તો રાત્રે નવરાત્રીની ઉજવણી થયા છે ત્યારે તમામના આઈકાર્ડ ચેક થયા છે.


આ પણ વાંચો:- ગોઝારો શનિવાર: ગુજરાતના પરિવારને રાજસ્થાનમાં ભરખી ગયો કાળ, અકસ્માતમાં 4 જીવન હોમાયા


ગોપાલ ઇટાલીયાના કથામાં તાળી પાડવાવાળા નિવેદન પર કપિલ મિશ્રાનો તંજ
ગોપાલ ઇટાલિયાનું નામ લઇ કપિલ મિશ્રાએ આક્ષેપ કર્યો હતો કે, કથામાં તાડી પાડનારા 'હીજડા' હોય તો દેશના જવાનો સામે પ્રશ્ન ઉભા કરનારા કોણ હોય? એર સ્ટ્રાઈકના પુરાવા માંગનારાની પાછળ ઉભા રહી તાળીઓ પાડનારા કોણ હોય? સેના સામે પ્રશ્ન કરનારાની સાથે ઉભા રહેનાર દેશના ગદ્દાર છે. ગોપાલ ઇટાલીયા ગદ્દાર સાથે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube