સત્તાની શતરંજ: ગુજરાતમાં ચૂંટણી પછી મુખ્યમંત્રી કોણ? ભાજપ, કોગ્રેસ અને આપના CM ના ચહેરા

ગુજરાતના રાજકારણમાં નજર કરીએ તો સામાન્ય રીતે મુખ્યમંત્રીના ચહેરાની ચૂંટણી પહેલા જાહેરાત કરવામાં આવી નથી. ભાજપ અને કોંગ્રેસ બંનેમાં ચૂંટણી જીત્યા બાદ જ મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત ધારાસભ્યોની બેઠકમાં કરવામાં આવશે તેવી વાત કરવામાં આવતી હોય છે

સત્તાની શતરંજ: ગુજરાતમાં ચૂંટણી પછી મુખ્યમંત્રી કોણ? ભાજપ, કોગ્રેસ અને આપના CM ના ચહેરા

હિતલ પારેખ, અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ રાજકીયપક્ષોએ એડીચોટીનું જોર લગાવી દીધુ છે. ચૂંટણી જાહેર થાય તે પહેલા ભાજપ, કોંગ્રેસ કે આપ પાર્ટી મેદાનમાં ઉતરી આવી છે. ત્યારે સ્વભાવિક મતદારોના મનમાં એક જ સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં ચૂંટણી પછી મુખ્યમંત્રી કોણ? આ પ્રશ્નનો જવાબ સામાન્ય રીતે અગાઉ કયારે પૂછવામાં આવતો ન હતો. પણ આ વખતે આપ પાર્ટી દ્વારા આક્રમક પ્રચારને કારણે આ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે.

ગુજરાતના રાજકારણમાં નજર કરીએ તો સામાન્ય રીતે મુખ્યમંત્રીના ચહેરાની ચૂંટણી પહેલા જાહેરાત કરવામાં આવી નથી. ભાજપ અને કોંગ્રેસ બંનેમાં ચૂંટણી જીત્યા બાદ જ મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત ધારાસભ્યોની બેઠકમાં કરવામાં આવશે તેવી વાત કરવામાં આવતી હોય છે. જોકે, ગુજરાતના ભુતકાળ પર નજર રાખીએ તો સ્વર્ગસ્થ માધવસિંહ સોંલકી, સ્વર્ગસ્થ ચીમનભાઇ પટેલ અને 2001 થી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીના ચહેરા સાથે ભાજપ અને કોંગ્રેસ ચૂંટણીના મેદાનમાં ઉતરી હતી. તેમાં પણ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી આવ્યા પછી દરેક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ગુજરાતમાં નરેન્દ્ર મોદીના નામે જ મત માગવામાં આવ્યા. જેમાં ભાજપને સફળતા પણ મળી.

જોકે, નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ પણ ગુજરાત વિધાનસભાની દરેક ચૂંટણીમાં ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીના જ નામે મતદારો પાસે મત માગવામાં આવ્યા છે. ભાજપ તરફથી આજે પણ નરેન્દ્ર મોદીના જ ચહેરા સાથે મતદારો પાસે મત મેળવવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાતમાં લોકપ્રિયતા આજે પણ ભાજપ આગળ ધરીને વોટ માટે નિકળી છે. ભાજપની સામે કોંગ્રેસ રાજયમાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ? તે સવાલનો જવાબ આપવાનું ટાળી રહી છે.

ચૂંટણી પછી કોંગ્રેસને બહુમતિ મળ્યા બાદ ચૂંટાટેલા ધારાસભ્યો જ નક્કી કરશે તેવી વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. કોંગ્રેસ માટે મુખ્યમંત્રીનો ચહેરો કોણ તે પ્રશ્નનો જવાબ આપવામાં આવે તો જુથવાદ ચરમસીમા વટાળી દે તેઓ છે. સાથે કોંગ્રેસની પરંપરા પણ ચૂંટણી બાદ જ નેતા નક્કી કરવાની જોવા મળે છે. હવે સૌથી મહત્વનું આપ પાર્ટીમાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ? આપ પાર્ટીએ અત્યાર સુધી પ્રચાર પસાર અને ચૂંટણીની તૈયારીમાં ભાજપ અને કોંગ્રેસ કરતા આગળ રહ્યુ છે. ચૂંટણી જાહેર થાય તે પહેલા ઉમેદવારનોની યાદીઓ જાહેર કરવાની શરુઆત કરી.

ચૂંટણી સભાઓ યોજવામાં આવી રહી છે. સાથે આપ પાર્ટીએ જ અગાઉથી જ જાહેર પણ કર્યુ છે કે, ગુજરાતમાં આપ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરશે. આપનો મુખ્યમંત્રીનો ચહેરો અત્યારે સીધી રીતે ઇશુદાન ગઢવી કે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા હોય શકે. પણ રાજકીય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે અરવિંદ કેજરીવાલ સૌને આશ્વર્યમાં મુકે તે રીતે નવો જ ચહેરો મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરશે. આપના સુત્રોના જણાવ્યા પ્રમાણે પ્રમાણિક, નિર્વિવાદ અને બહુમતિ ધરાવતા સમાજમાંથી હોય શકે છે. આપના સુત્રોના જણાવ્યા પ્રમાણે પાટીદાર ચહેરો પણ તે હોય શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news