ગીર સોમનાથ: રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચોમાસાએ વિનાશ વેર્યો છે. આ વરસાદના કારણે ગીર સોમનાથ જિલ્લામાં પ્રાચીતીર્થ રોડ બંધ થઇ ગયો હતો. સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર કપિલા નદીના પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતી સર્જાઇ હતી. સોમનાથ પ્રાચીતીર્થ રોડ પર ટ્રાફીક જામ થતા એક કિલોમીટર લાંબી લાઇનો લાગી હતી. રોડ પર ખાડાઓ પડી જતા વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. ટ્રાફીક જામ કલાકો સુધી રહેવાના કારણે નિર્માણાધીન નેશનલ હાઇવે પર કિલોમીટરો લાંબી લાઇનો લાગી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત: સૌરાષ્ટ્ર ગેંગ બિલ્ડર પાસેથી 25 કરોડ પડાવે તે પહેલા ઝડપી લેવાયા

સૌરાષ્ટ્રમાં પડેલા અનરાધાર વરસાદના કારણે ગોંડલનું અક્ષર મંદિર અને જામનગરના દરેડમાં આવેલું ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. પુરના પાણી ફરી વળતા આ દેવસ્થાનોને ડરામણો નજારો જોવા મળ્યો છે. જો કે મોબાઇલના શૂટિંગમાં આ પુરના દ્રશ્યો કેદ થયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર