અલ્કેશ રાવ/બનાંસકાઠા: લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને દરેક પક્ષ જીત હાંસલ કરવા અને લોકોને રીઝવવા માટે યેન કેન પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપને સાથ આપનાર કરણીસેનાએ આ વખતે ભાજપ સામે બાંયો ચડાવી છે. જેમાં બનાસકાંઠાના ઉંબરી ખાતે દરબાર ગઢના ઉદ્ઘાટન પ્રસંગે કરણીસેનાએ ભાજપ સામે વિરોધ દર્શાવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગાઉ પદ્માવત ફિલ્મના વિરોધ સમયે અનેક કાર્યકરો સામે ફરિયાદ થઈ હતી તે મામલે ફરિયાદ પાછી ખેંચવા માટે અનેકવાર સરકારમાં રજુઆત કરવામાં આવી હતી. પરંતુ સરકારે કોઈ વાત ન સાંભળતા ગત વિધાનસભાની ચૂંટણીમાં 3 રાજ્યોમાં ભાજપે સત્તા ગુમાવવી પડી હતી. ત્યારે હજુ પણ સરકાર કરણીસેનાની માંગણીઓ નહીં સ્વીકારે તો આગામી લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ સામે વિરોધ ચાલુ રાખશે તેમ કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષે બળદેવસિંહ ગોગામેડીએ ચીમકી ઉચ્ચારી હતી.


અમદાવાદમાં ગેસ લીકેજ થતા ભીષણ આગ, 10 લોકો દાઝ્યા


પદ્માવત ફિલ્મ રિલીઝ સમયે થયેલા તોફાનોમાં કરણીસેનાના કાર્યકરો સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવા હાલ કરણીસેનાનાં અધ્યક્ષે ચીમકી ઉચ્ચારી છે. ત્યારે ચૂંટણી પહેલા સરકાર જો તેઓની માંગણીઓ નહીં સ્વીકારે તો ક્ષત્રિય સમાજ ભાજપનો બહિષ્કાર કરી શકે છે. જેથી આગામી ચૂંટણીમાં ભાજપને નુકશાન પણ થઇ શકે છે.