અમદાવાદમાં ગેસ લીકેજ થતા ભીષણ આગ, 10 લોકો દાઝ્યા

અમદાવાદના શાહપૂર વિસ્તારમાં ગેસની બોટલ લિકેજ થતા આગ લાગી હતી. જેમાં આગની જાણ થતા ફાયર ફાયટરની ચાર ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. ગીચ વિસ્તાર હોવાને કારણે આગને કારણે 6 સ્થાનિકો અને 4 ફાયરના જવાનો દાઝ્યા હતા.

અમદાવાદમાં ગેસ લીકેજ થતા ભીષણ આગ, 10 લોકો દાઝ્યા

જાવેદ સૈયદ/અમદાવાદ: અમદાવાદના શાહપૂર વિસ્તારમાં ગેસની બોટલ લિકેજ થતા આગ લાગી હતી. જેમાં આગની જાણ થતા ફાયર ફાયટરની ચાર ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. ગીચ વિસ્તાર હોવાને કારણે આગને કારણે 6 સ્થાનિકો અને 4 ફાયરના જવાનો દાઝ્યા હતા. 

અમદાવાદમાં શાહપૂર વિસ્તારમાં લાગેલી ભીષણ આગમાં સ્થાનિકોમાં દોડધામ મચી હતી. જેમાં કુલ 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને વીએસ હોસ્પિટલમાં સારવાર ખાતે ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 2ની હાલત ગંભીર છે. સ્થાનિકોએ આરોપ લગાવ્યા છે, કે 108ની ટીમને જાણ કર્યા બાદ 1 કલાક બાદ ઘટના સ્થળે આવી હતી. જેથી ઘાયલોને સારાવાર મોડી મળી હતી. 

આગ અંગે મુખ્ય ફાયર અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતું કે, ભીષણ આગ પર કાબૂ મેળવતા ફાયરના પણ ચાર લોકો દાઝ્યા છે. જેમને સારાવાર માટે વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે સ્થાનિકો દ્વારા ગેસ એજન્સી પર આરોપ લગાવ્યો છે. અને તેની બેદરકારીને કારણે આગ લાગી હોવાનો આક્ષેપ કર્યો છે.

AAG.jpg

એક તરફી પ્રેમમાં પાગલ મંદિરના પૂજારીએ પરણિતાને જીવતી સળગાવી

ગેસ લિકેજ થવાના કારણે લાગેલી આગમાં બે વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આગ લાગવાને કારણે શાહપૂર ચાલીમાં રહેતા રહિશો આગની લપેટમાં આવ્યા હતા. 108ને કોલ કરતા ટીમ મોડી પડતા ઘાયલ થયેલા રહીશોને ફાયરની ગાડીમાં હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. શાહપૂર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news