અમદાવાદમાં મેમ્બરો માટે આજથી કર્ણાવતી અને રાજપથ ક્લબ શરૂ
કોરોના વાયરસ મહામારીને કારણે છેલ્લા ઘણા સમયથી બંધ કર્ણાવતી અને રાજપથ ક્લબ આજથી સભ્યો માટે શરૂ કરવામાં આવી છે.
મૌલિક ધામેચા / અમદાવાદઃ રાજ્યમાં કોરોના મહામારીનાં કારણે વિવિધ ક્લબ-મોલ સ્વયંભૂ બંધ કરાયા હતા. ખાસ અમદાવાદ શહેરમાં કોરોના કેસ વધતા રાત્રી કર્ફ્યૂ લાગુ કરાયો, તેની સાથે જ શહેરની ક્લબોને બંધ કરાયા હતા. જેમાં અમદાવાદના કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબને પણ કોવિડની પરિસ્થિતિ જોતા બંધ કરી દેવાઇ હતી. જોકે આજે સોમવારથી માત્ર ક્લબ મેમ્બર માટે શરૂ કરવામાં આવી છે.
સામાન્ય સંજોગોમાં સોશિયલ ગેધરીંગ ક્લબમાં વધુ જોવા મળતું હોય છે જેને પગલે કોરોના મહામારીમાં લૉકડાઉન બાદ અત્યાર સુધી જીમ અને ક્લબ હાઉસ બંધ રાખવામાં આવ્યા હતા. ત્યારે સોમવારથી ફરી વખત ક્લબના મેમ્બરો માટે ક્લબ હાઉસ ઓપન થયા છે. પરંતુ મેમ્બરોને ફરજીયાત માસ્ક સાથે જ એન્ટ્રી અપાશે. એક તરફ ક્લબ મેમ્બરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ઘણા સમય બાદ શરુ કરાયેલ ક્લબ હાઉસને ઓપન કરાતા કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે.
આ પણ વાંચોઃ વડોદરામાં કોરોના વેક્સિનના નામે આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ
હાલમાં ક્લબનો સમય સવારે 6.30થી 10 અને સાંજે 5થી 7.30 સુધીનો રહેશે સાથે જ ક્લબમાં સાઇડ વોક કેફે પણ શરૂ કરાશે. કલબમાં સ્વિમિંગ સિવાયની તમામ એક્ટિવિટી હેલ્થ ક્લબ, જોગિંગ ટ્રેક, ટેનિસ કોર્ટ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, વોલીબોલ શરૂ કરાયા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube