ક્લબ જતાં હોય તો થઇ જજો સાવધાન! કર્ણાવતી કલબના 8 કર્મચારી કોરોનાની ચપેટમાં
અમદાવાદની પ્રતિષ્ઠિત કર્ણાવતી ક્લબમાં (Karnavati Club) આઠ જેટલા પોઝિટિવ કેસ મળી આવતા ચકચાર મચી ગઇ છે.
આશ્કા જાની, અમદાવાદ: કોરોના મહામારી અને અનલોકના સમયમાં અમદાવાદમાં ક્લબોમાં જતા લોકો માટે માઠા સમાચાર આવી રહ્યાં છે. અનલોક શરૂ થયા બાદ 5 ઓગસ્ટથી જીમ અને ક્લબને શરૂ કરવાની પરવાનગી આપી દેવાઈ હતી. તો આ તરફ શહેરમાં કોરોના વાયરસનો (coronavirus) આતંક યથાવત છે. ત્યારે મોટી સંખ્યામાં કોરોના કેસ સામે આવી રહ્યા છે. અમદાવાદની પ્રતિષ્ઠિત કર્ણાવતી ક્લબમાં (Karnavati Club) આઠ જેટલા પોઝિટિવ કેસ મળી આવતા ચકચાર મચી ગઇ છે. બીજી તરફ કોરોના ગાઈડલાઈનનું (covid-19 Guideline) પાલન કરાવવા માટે તંત્ર પણ કડકાઈ દેખાડી રહ્યું છે.
અમદાવાદ મહા નગર પાલિકાની પરવાનગી મળતા કર્ણાવતી ક્લબ પહેલી સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી હતી. જેમાં જોગિંગ અને લાઇબ્રેરી રીડિંગ રૂમ બિલિયર્ડ શુરૂ કરવામાં આવ્યા હતા. આ પહેલા માત્ર જીમ વોકિંગ એરિયા અને કાફે એરિયા કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ કર્ણાવતી ક્લબના સીઇઓ અને પ્રેસિડેન્ટ સહિત 8 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી મોટાભાગના કર્મચારીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જોકે આ મામલે ક્લબના સભ્યો અજાણ છે. નિયમિત રીતે જીમમાં આવતા લોકોને પણ આ અંગે માહિતી નથી. ક્લબમાં 15,000 હજાર જેટલા સભ્યો છે, જેમાંથી 300 જેટલા સભ્યો ક્લબની મુલાકાત લે છે.
અત્યારે કર્ણાવતી ક્લબમાં 450 લોકોનો સ્ટાફ છે, જેમને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે ક્લબના તમામ સભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે અગાઉ જેટલા સ્ટાફ મેમ્બર્સને કોરોના પોઝિટિવ આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube