અમદાવાદ: વારંવાર સેલ્ફીના ચક્કરમાં મોતના કિસ્સાઓ સામે આવે છે તેમ છતાં પણ લોકો પોતાના જીવના જોખમ પર સેલ્ફી લેવાનું છોડતા નથી. ત્યારે જ ગાંધીનગર પાસે આવેલી જાસપુર કેનાલમાં ગઇકાલે મોડી સાંજે સેલ્ફી લેવાના ચક્કરમાં ઉવારસદની કર્ણાવતી ડેન્ટલ કોલેજના બે વિદ્યાર્થીઓ ડુબ્યા હોવાની ઘટના સામે આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: સવારે હજારો ખેડૂતોનો વિરોધ, બપોરે સરકારે કહ્યું ‘જરૂર પડી તો આખો પ્રોજેક્ટ રદ્દ કરીશું’


[[{"fid":"200515","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ઉવારસદની કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ ગાંધીનગર પાસે આવેલી જાસપુર કેનાલ પાસે સેલ્ફી લેતા હતા ત દરમિયાન એક વિદ્યાર્થીનો પગ લપસી જતા તે કેનાલમાં પડ્યો હતો. પોતાના મિત્રને કેનાલમાં ડૂબતા જોઇ તેને બચાવવા બીજો વિદ્યાર્થી પાણીમાં કૂદી ગયો હતો. પરંતુ તેનો પણ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.


વધુમાં વાંચો: જામનગરમાં સેનાના જવાનોના દિલધડક સ્ટંટ જોઇને તમે પણ કહેશો હેટ્સ ઓફ ઇન્ડિયન એરફોર્સ


મળતી પ્રાથમિગ વિગત અનુસાર મૂળ મોરબીના વતની ધાર્મીન કાસોન્દ્ર અને પ્રીત આદરોજા ગાંધીનગર તુલકાના ઉવારસદ ખાતે આવેલી કર્ણાવતી ડેન્ટલ કોલેજની હોસ્ટેલમાં રહી બીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા. ગુરૂવારે તેઓ જાસપુર ગામેથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન તેઓ કેનાલ પાસે સેલ્ફી લેવા ઉભા રહ્યા હતા. મોબાઇલમાં ફોટા પાડતી વખતે એક વિદ્યાર્થીનો પગ લપસતા તે કેનાલમાં ડૂબી ગયો હતો. ત્યારે પોતાના મિત્રને બચાવવા બીજો વિદ્યાર્થીએ પણ પાણીમાં કુદકો માર્યો હતો.


[[{"fid":"200516","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


વધુમાં વાંચો: પતિ પત્ની ઓર વો: દાતરડાના 15 ઘા ઝીંકી પતિએ કરી પત્નીની હત્યા


જ્યારે આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. આ ઘટનાને પગલે કેનાલ પાસે દોડી આવેલા લોકોએ 108 અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલીક સ્થળ પર પહોંચી ગઇ હતી. પોલીસે ગામના તરવૈયાઓની મદદથી આ બંને વિદ્યાર્થીઓના મૃતદેહની શોધખોડ હાથ ધરી હતી. પરંતુ મોડી રાત સુધી આ બંને વિદ્યાર્થીઓની લાશ મળી ન હતી. જેના કારણે આજે વહેલી સવારથી ફાયરબ્રિગેડ અને NDRFની ટીમે કેનાલમાં બોટ ઉતારી શોધખોળ કરવામાં આવી રહી છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...