Lok Sabha Election 2024:  ગુજરાતની 25 લોકસભા બેઠકો માટેનો ચૂંટણી પ્રચાર ગઈકાલે સાંજે 5 વાગ્યે સમાપ્ત થઈ ગયો છે. ચૂંટણી પ્રચારના છેલ્લા તબક્કામાં જ્ઞાતિ સંમેલન દ્વારા સમર્થન મેળવવાની હરીફાઈ રહી હતી. ગુજરાતમાં ચૂંટણી પર જ્ઞાતિવાદ હાવી થઈ ગયો છે. ગઈકાલે ભાજપના નેતા જયરાજસિંહ જાડેજાએ રાજકોટમાં ક્ષત્રિય સંમેલન યોજયું હતું. બીજી તરફ રૂપાલાના મુદ્દે ભાજપથી નારાજ ક્ષત્રિય સંકલન સમિતિ પણ ભાજપનો વિરોધ કરી રહી છે. ખેડામાં એક સંમેલનને સંબોધતા ક્ષત્રિય કરણી સેનાના પ્રમુખ ડો.રાજ શેખાવતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ કંઈ ખોટું કરે તો ઈવીએમ તોડી નાખો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ક્યારથી શરૂ થશે ચોમાસું? સારૂ રહેશે કે ખરાબ, અંબાલાલે કરી એક નવી જ વાત


હું તમારી સાથે ઉભો છું...
ગુજરાતની ખેડા લોકસભા બેઠક પર ક્ષત્રિય સમાજના સૌથી વધુ મત છે. ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. આ પ્રસંગે રાજ શેખાવતે કહ્યું કે જો ભાજપ કંઈ ખોટું કરે તો ઈવીએમ તોડી નાખો. સમાજ અને રાજ શેખાવત તમારી સાથે ઉભા છે.


51000 રૂપિયાનું એક તરબૂચ! ગુજરાતના આ ખેડૂતે ઈતિહાસ રચ્યો, એક લાખનું કામ 1 હજારમાં... 


ખેડામાં ક્ષત્રિય સમાજના લગભગ 9 લાખ મત છે. ભાજપે અહીંથી કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે કાળુસિંહ ડાભીને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપે રાજકોટ બેઠક પરથી પરષોત્તમ રૂપાલાની ટિકિટ ન કાપી તો કરણી સેનાના નેતા રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું.


આજે કતલની રાત…મતદારોને રીઝવવા લગાવાશે એડીચોટીનું જોર, કાર્યકરોને સોંપાશે ખાસ હોમવર્ક


ભાજપના રાજકોટના ઉમેદવાર અને ક્ષત્રિય વિવાદ બાદ લાઇમલાઇટમાં આવેલા પરશોત્તમ રૂપાલાએ પણ પાટીદાર સંમેલન યોજ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લેઉવા અને કડવા પટેલોએ ભાગ લીધો હતો. રૂપાલાના નિવેદન બાદ જ ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન શરૂ થયું હતું. કોંગ્રેસે આ બેઠક પરથી દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. રૂપાલાએ ગુજરાતમાં અસ્તિત્વ માટે ઝઝૂમતી કોંગ્રેસને મજબૂત કરી દીધી છે.


IFFCO: ભાજપ ફસાઈ! જયેશ રાદડિયાને હરાવવા કે બિપિન ગોતાને, અમિતભાઈની છે સીધી નજર