કરણી સેનાના અધ્યક્ષનું મોટું નિવેદન : પરેશ રાવલની જેમ રૂપાલાને થપ્પડ પડશે તો ઠીક થઈ જશે
Parsottam Rupala Controvery : અમદાવાદ આવેલા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ રૂપાલાને થપ્પડ મારવાની વાત કરી, પોલીસ દ્વારા મહિપાલસિંહ મકરાણાની અટકાયત કરવામાં આવી
Karni Sena : રૂપાલાના વિવાદની આગ હવે વધુ ભભૂકી ઉઠી છે. તો બીજી તરફ, 7 ક્ષત્રિયાણીઓની જૌહરની ચીમકીના પગલે કમલમમાં ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત....મોટી સંખ્યામાં પોલીસ કાફલો પ્રદેશ ભાજપના કાર્યાલયે ખડકાયો છે. બેરિકેટિંગ અને ફાયરબ્રિગેડની ગાડી સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. હાલ ક્ષત્રિયાણીઓને નજરકેદ કરી છે. ત્યારે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાનું મોટુ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, પરશોત્તમ રૂપાલાને ચાર-પાંચ થપ્પડ પડશે તો ઠીક થઈ જશે. પરેશ રાવલે પણ વિવાદિત ટીપ્પણી કરી હતી. એક થપ્પડ પડ્યા બાદ પરેશ રાવલે માફી માગી હતી. રૂપાલાને પણ થપ્પડ પડશે તો ઠીક થઈ જશે. ત્યારે ભડકાઉ ભાષણ કરનાર મહિપાલસિંહની અટકાયત કરવામાં આવી હતી. મહિપાલસિંહ સાથે આવેલા લોકો સાથે મહિલાઓને પણ સરખેજ પોલીસ સ્ટેશને લઈ જવાઈ છે.
રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષે રાજપૂત વર્સિસ રૂપાલાના જંગમાં ઝંપલાવ્યું છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ સિંહ મકરાણા અમદાવાદ પહોંચ્યા હતા. ત્યારે મહિપાલસિંહ મકરાણાએ કહ્યું હવે તો આરપારની લડાઈ થશે. રૂપાલાની ટિકિટ નહીં કપાય તો આરપારની લડાઈ થશે. જો રૂપાલાની ટિકિટ નહીં કપાય તો ભાજપને 400 નહીં મળે. અમે ઉત્તર ભારતમાં વિરોધ પ્રદર્શન કરીશું. RSS દરેક જગ્યાએ છે તો કરણી સેના પણ દરેક જગ્યાએ છે. દરેક વખતે અમારી બહેનો પર ટીપ્પણી કેમ? અમારી ઈજ્જત પર પ્રહાર કરે એને અમે માફ નહીં કરીએ.
ક્ષત્રિયોનો ગુસ્સો સાતમા આસમાને, ભાજપના કાર્યક્રમો સુધી પહોંચ્યા, ખંભાળિયામાં વિરોધ
રાજસ્થાનમાં વસુંધરા રાજેને પણ હરાવ્યા હતા
તેમણે કહ્યુ કે, દર વખતે બહેન બેટીઓ પર વાર કરીને માફી માગીને નીકળી જવું. ફિલ્મોમાં પણ ભૂલ કરી ડિસક્લેમર લખીને નીકળી જાય છે. કોઈ પુરૂષ પર ટિપ્પણી કરી હોત તો હજૂ પણ માફી આપી દેવાઈ હોત. પણ અમારી બહેન દિકરી પણ વાર થયો છે, પહેલા પણ માથાઓ આપી ચૂક્યા છે અને હજૂ પણ આપી દઈશું. અમારે ઈજ્જત મોંઘી છે, મોત સસ્તી છે. માંગ નહીં સંતોષાય તો ભાજપનો બહિષ્કાર કરીશું. રાજસ્થાનમાં વસુંધરા રાજેનો પણ વિરોધ કરી હરાવ્યા હતા. યુપી, રાજસ્થાન, એમપી, હરિયાણામાં આવેદન પત્રો આપ્યા છે. હજૂ માગ નહીં સંતોષાય તો દક્ષિણ સુધી પહોંચીશું. ૨૨ રાજ્યોમાં કરણી સેના ફેલાયેલી છે. રાજપૂત સમાજ ભાજપને સમર્પિત છે માટે અલ્ટિમેટમ નથી અપાયું. માગ નહીં સંતોષાય તો અલ્ટિમેટમ પણ અપાશે. હું અહીં સુધી આવ્યો છું તો સમજો કે લડાઈ લાંબી થવાની છે. રૂપાલાના મત ક્ષેત્રમાં બોયકોટ રૂપાલાના બેનર લાગી શકતા હોય તો દેશમાં બોયકોટ ભાજપના પણ બેનર લાગી શકે છે.