ચેતન પટેલ/સુરત :આજે દેશભરમાં સૌની નજર મુંબઈ પર છે. કારણ કે, અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)  Y પ્લઝ સુરક્ષા સાથે મુંબઈ પહોંચી છે. મુંબઈ એરપોર્ટની બહાર વિરોધ અને સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. જેમાંથી કેટલાક કંગના (death of democracy) નો વિરોધ કરી રહ્યા છે, તો કેટલાક તેના સમર્થનમાં પહોંચ્યા છે. આવામાં સુરતથી કરણી સેના કંગનાની સુરક્ષા માટે મુંબઈ એરપોર્ટ પહોંચી છે. એરપોર્ટની બહાર શિવસેનાની સાથે કરણી સેના (karni sena) ના કાર્યકરો પણ હાજર રહ્યા. જેઓએ કંગનાની સુરક્ષાની જવાબદારી ઉપાડી છે તે કરણી સેનામાં બીએમસી (BMC) ની કામગીરી સામે રોષ જોવા મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : ‘માથામાં ફોલ્લી થઈ છે એટલે હેલ્મેટ ન પહેર્યું...’ આવા બહાના આપતા પણ ન ખચકાયા અમદાવાદીઓ... 


સ્ફોટક ખુલાસો : ધમણ વેન્ટીલેટરને કારણે સયાજી હોસ્પિટલમાં લાગી હતી આગ 


કરણી સેનાના લોકો આજે મુંબઈ એરપોર્ટ પહોંચીને કંગના રનૌતની સિક્યુરિટી કરી હતી. 100 જેટલી કાર કંગનાની સુરક્ષામાં એરપોર્ટ બહાર પહોંચી ગઈ હતી. કરણી સેનાના કાર્યકર્તાઓ અલગ અલગ કારમાં આજે મુંબઈ પહોંચ્યા હતા. તો બીજી તરફ, એરપોર્ટ પર તેમનો સામનો સીધો શિવસેના સાથે હતો. કંગના રનૌત સામેના શિવસેનાના નિવેદન પર કરણી સેનાએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. કરણી સેના દ્વારા સંજય રાઉત સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. જેથી આજે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી કરણી સેનાના લોકો મુંબઈ એરપોર્ટ પહોંચ્યા હતા. આ વિશે કરણી સેનાએ કહ્યું કે, સંજય રાઉત તેના નિવેદન પર માફી માંગે. જ્યા સુધી સંજય રાઉત માફી નહિ માગે ત્યાં સુધી કરણી સેના વિરોધ કરશે. 


ઉલ્લેખનીય છે કે, સુરતથી નીકળેલી કરણી સેનાનું વલસાડમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું હતું. વલસાડમાં દક્ષિણ ગુજરાતના કરણી સેનાના કાર્યકર્તાઓ ભેગા થયા હતા. જેઓ અહીંથી મુંબઈ એરપોર્ટ પહોંચ્યા હતા. 


આ પણ વાંચો : કોરોનાના ડરથી કમલમ બંધ, ભાજપની ચિંતન બેઠક પણ રદ