કેસર કેરી માર્કેટમા આવી તો ગઈ, પણ મોઘી એટલી છે કિલો ખરીદવા પગારના અડધા રૂપિયા વપરાઈ જશે
kesar mango in market : ગત વર્ષ કરતા આ વર્ષે કેરીની આવક 4 થી 5 દિવસ મોડી થઈ છે. આજરોજ કેસર કેરીની પ્રથમ હરાજી થઈ હતી. ગત વર્ષે કેસર કેરીના 10 કિલોના ભાવ 800 રૂપિયાથી લઈને 1400 રૂપિયા મળ્યા
- આ વર્ષે કેસર કેરી ખાવી પડશે મોંઘી
- ઉત્પાદન ઓછું થતા કેરીના ભાવ વધ્યા
- કેસર કેરીની એક પેટીનો ભાવ પહોંચ્યો 1700 રૂપિયા સુધી...
જયેશ ભોજાણી/ગોંડલ :આ વર્ષે કેરીના રસીકોને કેસર કેરી ખાવી મોંઘી પડશે..ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેસર કેરીના ભાવમાં 300 રૂપિયાથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ છે.
સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતા ગોંડલ શાકભાજી અને ફ્રુટ માર્કેટ યાર્ડમાં આજરોજ સીઝનની મીઠી મધુર અને ફળોની રાણી ગણાતી કેસર કેરીની આવક થઈ છે. ગત વર્ષ કરતા આ વર્ષે કેરીની આવક 4 થી 5 દિવસ મોડી થઈ છે. આજરોજ કેસર કેરીની પ્રથમ હરાજી થઈ હતી. ગત વર્ષે કેસર કેરીના 10 કિલોના ભાવ 800 રૂપિયાથી લઈને 1400 રૂપિયા મળ્યા હતા. જ્યારે આ વર્ષે કેસર કેરીના 10 કિલો બોક્સના ભાવ 1200 રૂપિયા થી 1751 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા.
આ પણ વાંચો : આકાશમાંથી આવેલો સળગતો ગોળો ગુજરાતના દરિયામાં પડ્યો? તજજ્ઞોએ લોકો પાસેથી મંગાવી માહિતી
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેરીની સીઝનની પ્રથમ આવક સારી એવી જોવા મળી હતી. આશરે 400 થી વધુ જેટલા કેરીના બોક્સની આવક થઈ હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બામણાસા, બાબરીયા, ઉના, તાલાલા, જસાધાર, કંટાળા સહિતના પંથકોમાંથી કેસર કેરીની આવક જોવા મળી છે. કેરી પકવતા ખેડૂતો કેરીના સારા એવા ભાવ મળી રહ્યા છે. આગામી દિવસોમાં કેરીની આવક હજુ વધશે તેવું ગોંડલના વેપારી કિશોરભાઈ વાઘેલા જણાવ્યું હતું.
ગત વર્ષ કરતા ભાવ વધ્યા
કેસર કેરીની સીઝનની શરૂઆતથી જ સ્વાદ પ્રેમીઓ માટે ગત વર્ષ કરતા આ વર્ષે કેરીના ભાવ ઉંચા જોવા મળ્યા હતા. ત્યારે હરાજીમાં 10 કિલો કેરીના ભાવ 1200 થી 1751 રૂપિયા સુધી બોલાયા હતા. જો કે ગત વર્ષે કેસર કેરીના 10 કિલોના ભાવ 800થી 1400 રૂપિયા સુધી રહ્યા હતા. જેથી ગત વર્ષ કરતા આ વર્ષે કેસર કેરીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : પોલીસકર્મીએ બેશરમીની હદ વટાવી, વગર વાંકે જાહેરમાં કિશોરનો હાથ મરોડીને માર માર્યો, CCTV
ભાવ વધવાના આ રહ્યા કારણો
અતિવૃષ્ટી અને વાવાઝોડાના લીધે કેરીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જેથી કેસર કેરીના ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે કેરી થોડી મોંઘી રહે તેવું વેપારીઓનું કહેવું છે. તૌક્તે વાવાઝોડાના કારણે કેરીનો પાક ખરી જવાથી આ વર્ષે ભાવ ઉંચા રહે તેવી પણ શક્યતા છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે 400થી વધુ કેરીના બોક્સની આવક નોંધાઈ છે. હાલ બામણાસા, બાબરીયા, ઉના, તાલાલા, જસાધાર, કંટાળા સહિતના પંથકોમાંથી કેસર કેરીની આવક થઈ રહી છે .ત્યારે આગામી દિવસમાં કેરીની આવકમાં હજુ વધારો થશે.