આકાશમાંથી આવેલો સળગતો ગોળો ગુજરાતના દરિયામાં પડ્યો? તજજ્ઞોએ લોકો પાસેથી મંગાવી માહિતી
meteor shower from sky : આ પદાર્થ લાંબો સમય સુધી દેખાયો હોવાથી લોકોએ તેની વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી સારી રીતે કરી શક્યા છે અને તેને સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ કર્યા છે
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :ગુજરાતના આકાશમાં શનિવારની સમી સાંજે રહસ્યમય પ્રકાશ પુંજ દેખાતાં લોકોમાં રોમાંચ ફેલાયો છે. શનિવારની રાત્રે ચેટી ચાંદ પ્રસંગે લોકો ચંદ્ર દર્શન માટે આકાશ તરફ જોઈ રહ્યા હતા. તેવી જ રીતે રમઝાન માસનો ચાંદ દેખાવાનો હોઇ મોટી સંખ્યામાં લોકોની નજરો આકાશ તરફ હતી, ત્યારે એક ખુબ જ પ્રકાશિત ઉલ્કા ફાયરબોલ જેવો પદાર્થ દેખાતાં લોકોમાં કુતૂહલ અને રોમાંચ ફેલાયા હતા અને સોશિયલ મીડિયા દ્વારા એકબીજાને જાણ કરવા લાગ્યા હતા.
ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમા જોવા મળી આ ઘટના
રાજ્યના આકાશમાં શનિવારે અગનગોળા જેવો અજાણ્યો પદાર્થ જોવા મળતા કુતૂહલ સર્જાયું છે. આકાશમાંથી સળગતી વસ્તુ જમીન તરફ આવી રહી હોવાના દ્રશ્યો શનિવારે સાંજે રાજ્યના અનેક ભાગોમાં જોવા મળ્યા. જેના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. અત્યંત તેજગતિએ અગનગોળા જેવો પદાર્થ પૃથ્વી તરફ નીચે ધસમસતો આવતો જોઈ લોકોમાં ડર અને આશ્ચર્યની મિશ્રીત લાગણી જોવા મળી.પહેલી નજરે આકાશમાંથી ઉલ્કાપિંડ અથવા તો તારો ખર્યો હોવાનો ભાસ થતો હતો. જો કે, અવકાશ વિજ્ઞાનના નિષ્ણાતોના મતે ખરતો તારો પૃથ્વી પર આટલો નીચે ના આવી શકે. આ સંજોગોમાં આ અવકાશી પદાર્થ સ્પેસ ડેબ્રી એટલે કે અવકાશી કૃત્રિમ ઉપગ્રહનો કાટમાળ હોવાની પ્રબળ શક્યતા છે. મળતી માહિતી પ્રમાણે મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ આવી ખગોળીય ઘટના જોવા મળી છે.
આ પણ વાંચો : માર્ચમાં દેશમાં ગરમીએ 121 વર્ષનો રેકોર્ડ તોડ્યો, ગુજરાતને એપ્રિલ-મે કાઢવા આકરા બની રહેશે
રાજ્યભરમાં આશ્વર્યજનક આકાશી દ્રશ્યો જોવા મળ્યા; આકાશમાંથી ચમકતો પદાર્થ નીચે આવતો જોઈ લોકોમાં કુતૂહલ#Gujarat #BREAKING #ZEE24Kalak pic.twitter.com/btrBwr81KN
— Zee 24 Kalak (@Zee24Kalak) April 2, 2022
આકાશમાંથી કંઈક પડી રહ્યું છે એવા સમાચાર વહેતા થતાં લોકો પોતાના ઘરોની છત પર પહોંચ્યા
ગુજરાતના અનેક જિલ્લાઓમાં આકાશમાં જોવા મળતાં ચમકતાં પદાર્થથી લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું. આકાશમાંથી નીચે આવતી પ્રકાશિત વસ્તુને જોઈને લોકોએ નિહાળતાં ભારે કુતૂહલ જોવા મળ્યુ હતું અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર. મહીસાગર, પંચમહાલ આણંદ સહિતના વિસ્તારોમાં પડતાં લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું. ત્યારે ખગોળ શાસ્ત્રીઓના મતે આ ઉલ્કા પિંડ પડી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. અચાનક આકાશમાંથી કંઈક પડી રહ્યું છે એવા સમાચાર વહેતા થતાં લોકો પોતાના ઘરોની છત પર પણ જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : સંવેદનશીલ મુખ્યમંત્રી બાદ ગુજરાતને સંવેદનશીલ ગૃહ રાજ્યમંત્રી મળ્યા, યુવતીને મોતના મુખમાંથી બચાવી
પહેલા શુક્ર તારા કરતા પણ વધુ ઝળક્યો, અને પછી ટુકડા થયા
આ બાબતે સ્ટાર ગેઝિંગ ઇન્ડિયાના નરેન્દ્ર ગોરે જણાવ્યું હતું કે, તેઓ પરિવાર સાથે જદુરાથી ભુજ તરફ આવી રહ્યા હતા, ત્યારે સાંજે ૭.૪૩ થી ૭.૪૬ દરમિયાન ખુબ જ પ્રકાશિત પદાર્થ પશ્ચિમથી પૂર્વ તરફ જતો દેખાયો હતો. તેની તેજસ્વીતા શુક્ર તારાથી પણ વધારે હતી. જ્યારે તે મધ્ય આકાશે આવ્યો ત્યારે તેના કેટલાક ટુકડા પણ થયા હતા. પૂર્વ તરફ જેમ તે જઈ રહ્યો હતો તેમ તેની પ્રકાશની તીવ્રતા ઘટતી ગઈ હતી. તેનો પ્રકાશનો રંગ ઓરેન્જ પીળો અને ત્યાર બાદ સફેદ થયો હતો. આ ઘટના બન્યાની સાથે જ કચ્છ, ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ સ્થળોએથી આ પ્રકાશ પુંજ દેખાયો હોવાના અહેવાલ સાંપડ્યા છે. આ પદાર્થ લાંબો સમય સુધી દેખાયો હોવાથી લોકોએ તેની વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી સારી રીતે કરી શક્યા છે અને તેને સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ કર્યા છે.
આ પદાર્થ શું હોઈ શકે તે બાબતે ખગોળશાસ્ત્રીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે
સ્ટારગેઝિંગ ઇન્ડિયા દ્વારા આ બાબતે ડેટા કલેક્શન, પ્રાપ્ત વીડિયો અને ફોટોના સંશોધન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ત્રણ બાબતો મુખ્ય છે
આ પદાર્થ ઉલ્કા હોઇ શકે
- આ પદાર્થ કોઈ અવકાશ યાન ના ટુકડા હોય જે પોતાની ભ્રમણ કક્ષા છોડી ને પૃથ્વીની ભ્રમણમાં પ્રવેશ્યો હોય
- ત્રીજી શક્યતા કોઈ અવકાશ યાન ભ્રમણ કક્ષામાં મુકાયું હોય અને તેના રોકેટના ટુકડા હોઇ શકે.
- હાલ આ ત્રણ શક્યતા ઉપર કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં ઇસરોના વૈજ્ઞાનિક ડો. નરેન્દ્ર ભંડારીનું માર્ગદર્શન પણ મળી રહ્યું છે. સ્ટાર ગેઝિંગ ઇન્ડિયાના ગૌરવ સંઘવીના મત મુજબ, આ પદાર્થ કોઈ મૃતઃપ્રાય થયેલ ઉપગ્રહની રીએન્ટ્રીની શક્યતા ગણાવી છે. આ બાબતે તેમણે તજજ્ઞોને 9428220472/ 9879554770 ઉપર પોતાના નિરીક્ષણો મોકલવા જણાવાયું છે.
ગુજરાતના દરિયામાં પડ્યો પ્રકાશ
બીજી તરફ, આકાશમાંથી આવીને સળગતો પ્રકાશ ગુજરાતના દરિયામાં પડ્યો હોવાની ચર્ચા છે. ભાવનગરના અલંગના દરિયા પરથી કોઈ ભેદી સળગતી વસ્તુ પસાર થતા ચકચાર મચી હતી. આ સળગતી વસ્તુ કોઈ ઉલ્કા છે કે બીજું કાઈ તેની હજી કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી. ભાવનગર જિલ્લાના શિહોર, ભાવનગર, તળાજા મહુવા સહિતના પંથકમાં જોવા મળી હતી. આ સળગતી વસ્તુ તળાજા નજીકના સરતાનપરના દરિયામાં પડી હોવાના પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થયા છે. તો કેટલાક ભરૂચ પાસેના વાલિયા-ડહેલી વચ્ચે ઉલ્કા પિંડ પડ્યો હોવાનુ પણ કહી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે