Keshod Gujarat Chunav Result 2022: કેશોદ બેઠક પર ભાજપના દેવાભાઈ માલમે કોંગ્રેસના હીરાભાઈ જોતવાને 4208 મતથી હરાવી દીધા. કેશોદ ચૂંટણી રસપ્રદ બની હતી. અહીંથી કોંગ્રેસ, ,બીજેપી, આપ વચ્ચે જંગ હતો. હવે નારાજ અરવિંદ લાડાણીએ અપક્ષ ઉમેદવારી કરી ચૂંટણી લડવાની જાહેરાત કરતા કેશોદમાં ચોપાંખિયો જંગ જામ્યો હતો. બીજી બાજુ, કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવ્યો હતો અને અનેક રાજીનામાઓ પડ્યા ત્યારે સબ સલામતની વાતો કોંગ્રેસના ઉમેદવાર કરી રહ્યા છે અને પોતાની જીત નિશ્ચિત છે તેવો દાવો કરી રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેશોદ વિધાનસભા બેઠકઃ-
ભાજપ મુખ્યત્વે કોળી જ્ઞાતિના ઉમેદવારને પસંદ કરે તો કોંગ્રેસ પાટીદાર ઉમેદવાર પર ફરી એકવાર વિજયી કળશ ઉતારી શકે છે. તો પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટી પણ મુખ્યત્વે કોળી કે આહિર જ્ઞાતિના કાર્યકરને પોતાનો ઉમેદવાર બનાવશે જે કેશોદ વિધાનસભા બેઠક પર કોઈ એક ચોક્કસ રાજકીય પક્ષના દબદબાની સાથે જ્ઞાતિ અને જાતિના સમીકરણ પર નવી રાજકીય ગઠજોડ કેશોદ વિધાનસભાની બેઠક પર વિશેષ પ્રભાવી બનતું જોવા મળશે. વર્ષ 1972 પહેલા કેશોદ વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી હતી.


2022ની ચૂંટણીઃ-
પક્ષ    ઉમેદવાર     (હેડર)
ભાજપ    દેવાભાઈ માલમ
કોંગ્રેસ     હીરાભાઈ જોટવા
આપ    રામજી ચૂડાસમા


2017ની ચૂંટણીઃ-
2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર જયેશ લાડાણીની સામે ભાજપના કોળી ઉમેદવાર દેવાભાઈ માલમ વચ્ચે ચૂંટણી જંગ થયો હતો. જેમાં કોળી મતદારોના પ્રભુત્વની વચ્ચે કોળી જ્ઞાતિના ઉમેદવાર દેવાભાઈ માલમ ધારાસભામાં પહોંચવામાં સફળ રહ્યા હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં જૂનાગઢની કેશોદ બેઠક પાટિદાર આંદોલન વચ્ચે પણ ભાજપના ફાળે ગઈ હતી. દેવાભાઈ માલમ અહીંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 7.79 ટકા જીતનું અંતર રહ્યું હતું એટલે કે 10,806 મતથી ભાજપના ઉમેદવાર જીત્યા હતા. 


2012ની ચૂંટણી:-
2012ની વિધાનસભા ચૂંટણીમાં અરવિંદભાઈ લાડાણી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા.