ઝી મીડિયા, અમદાવાદ: સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદારે બુધવારે રાજીનામુ આપી દેતા ગુજરાત ભાજપમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે. તેમને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે.કેતન ઈનામદાર બપોરે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને સાવલીના ભાદરવા ગામે મળશે. આ અગાઉ કેતન ઇનામદારે Zee 24 kalak સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમનાં વિકાસનાં કામો નહી થતા હોવાનાં કારણે તેમણે રાજીનામું આપ્યું હતું. સરકારી તંત્ર અને વહીવટી તંત્ર સામે તેમણએ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, તેઓએ ઉપર સુધી રજુઆતો કરવા છતાં પણ તેમનાં વિસ્તારમાં વિકાસ કાર્યો નહોતા થતા. આ ઉપરાંત તેમણે વહીવટ તંત્ર સામે પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે કેતન ઇનામદારે પોતાની અવગણના થઇ રહી હોવાની હૈયાવરાળ સાથે ઇમેઇલ મારફતે પોતાનું રાજીનામું પક્ષ અને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મોકલી આપ્યું છે. કેતન ઇનામદાર ઘણા સમયથી પક્ષ સામે અસંતોષ વ્યક્ત કરી ચુક્યા છે. સાંસદ રંજના બેન ભટ્ટ દ્વારા અગાઉ અનેક વખત તેમનાં મનામણા કરવામાં આવ્યા હતા. જો કે આખરે અસંતોષ અને અવગણનાને કારણે તેમણે રાજીનામું આપી દીધું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, બે ટર્મથી ધારાસભ્ય કેતનભાઇ અગાઉ પણ પોતાની અવગણના થઇ રહી હોવાની રજુઆત પક્ષ અને સાંસદો સહિતનાં અનેક લોકો સમક્ષ કરી ચુક્યા છે. 


કેતન ઇનામદારનો પક્ષને પત્ર
કેતન ઇનામદારે પોતે લખેલા પત્રમાં વસવસો વ્યક્ત કરતા જણાવ્યું કે, હું જે જનતાનો પ્રતિનિધિ છું તેનાં જ કામો નથી થઇ રહ્યા. મારી વારંવાર રજુઆતો કરવામાં આવી હોવા છતા પણ તેમની અવગણના થઇ રહી હોવાનું તેમણે રટણ કર્યું હતું. આ ઉપરાંત અધિકારીઓ પણ તેમની અવગણનાં કરતા હોવાનો વસવસો ઠાલવ્યો હતો. હાલ તો તેમનાં રાજીનામાને પગલે સમગ્ર ભાજપ અને ગુજરાતનું રાજકારણ ગરમાઇ ચુક્યું છે. તેમને મનાવવા માટે ભાજપનાં ઉચ્ચ કક્ષાનાં નેતાઓને તેમનાં સાવલી ખાતેનાં નિવાસ સ્થાને દોડાવવામાં આવ્યા છે.


જિતુ વાઘાણીએ શું કહ્યું તે જાણવા જુઓ VIDEO 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube