World Tribal Day 2024: કેવડિયા એકતાનગર ખાતે બની રહેલું આદિવાસી મ્યુઝિયમ ફરી વિવાદમાં આવ્યું છે. તાજેતરમાં અહીં રાત્રે 9-30 ના અરસામાં બે યુવાનો કોઈ કારણોસર આવ્યા હતા તેમને અહીંના કર્મચારીઓએ ઢોર માર મારતા બંનેનું મૃત્યુ નિપજ્યું છે. આદિવાસી મ્યુઝિયમ ખાતે બે યુવાનોના મોતનો મામલામાં આદિવાસી સમાજ દ્વારા આજે ગરુડેશ્વર અને કેવડીયા સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યું છે. આદિવાસી આગેવાનોએ બંધ રાખનાર તમા નો આભાર માની મૃતકોને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. આગામી 13 ઓગસ્ટ, મંગળવારે સમગ્ર આદિવાસી સમાજ એકત્રિત થઈ કેવડીયા ખાતે શ્રધ્ધાંજલિ પાઠવશે. નમર્દા જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેએ જણાવ્યું હતું કે આ ઘટના 6 ઑગસ્ટની રાતની છે. મૃતકોની ઓળખ જયેશ તડવી અને સંજય તડવી તરીકે કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું બન્યું હતું 
ગત રાત્રે 9-30 ના અરસામાં ગભાણા અને કેવડિયા બે યુવાનો એકતાનગરના ટ્રાઇબલ મ્યુઝિયમ ખાતે ગયા હતા. ત્યાં આ યુવાનોને જોઈને ટ્રાઇબલ મ્યુઝિયમના કેટલાક લોકોએ આ બંનેને ઢોર માર માર્યો હતો. જેમાં એકનું મોત થયું છે, તો એક સારવાર હેઠળ બીજા યુવકનું પણ મોત નિપજ્યું છે. આદિવાસી મ્યુઝિયમ પર બે આદિવાસી યુવાનોને માર મારવાની ઘટનામાં ધારાસભ્ય ચૈતર વસાવા પીએમ સ્થળે રાજપીપળા જૂની સિવિલ હોસ્પિટલમાં પહોચ્યા હતા. અહીં પોલીસ અને ધારાસભ્ય વચ્ચે તું..તું.મે.મે સર્જાઈ હતી. આદિવાસી પરિવારને ન્યાય આપવા એજન્સીનાં મુખ્ય માલિકો અને મારનારાનું નામ આપોની વાત કરી કરી હતી. તેમજ મૃતદેહ નહી સ્વીકારવા કહ્યું અને આવતી કાલે ગરુદેસ્વર અને કેવડિયા બંધનું એલાન કર્યું હતું.  


મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરી 
બીજી તરફ, ટ્રાઈબલ  મ્યુઝિયમની એજન્સીએ મૃતકોના પરિવારજનોને આર્થિક સહાયની જાહેરાત કરી હતી. મૃતકોના પરિવારજનોને 20 લાખની જાહેરાત કરી હતી. ઘાયલનો તમામ સારવારનો ખર્ચે અને પરિવારને 5 લાખની જાહેરાત કરી. એજન્સીએ બાહેંધરી આપતા ચૈતર વસાવાએ ધરણા સમેટ્યા હતા. 


આ વાતની ખબર પડતા સ્થાનિક ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત કરી પોલીસમાં એફઆઈઆર નોંધવા દબાણ કર્યું હતું. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. એવુ કહેવાય છે કે, ચોરીના ઈરાદાથી આવેલા આ બે યુવાનો આવ્યા હતા, જ્યાં તેમને મ્યુઝિયઝમમાં કામ કરતા કામદારોએ માર માર્યો, જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું, અને બીજાનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે આ ગુના હેઠળ આરોપીઓ પર ખૂન,  હત્યાનો પ્રયાસ રાયેટિંગ અને એટ્રોસિટીનો ગુનો દાખલ કર્યો છે. છ આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી છે. જેમાં બે આરોપીઓ પંચમહાલ ગોધરાના, બે આરોપી પૈકી એક અમરેલી અને એક પાટણનો છે. જયારે અન્ય બે રાજ્ય બહારના હોવાનું પોલીસે જણાવ્યું. મૃતક યુવકોનું નામ  જયેશભાઈ શનાભાઈ તડવી અને સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવી છે. 


તો બીજી તરફ, મૃતક યુવકોના પરિવારજનોએ ફાંસીની સજાની માંગ કરી છે અને આ કન્સ્ટ્રકશન કંપનીનો કોન્ટ્રાકટ રદ કરવાની પણ માંગ કરી છે અને આવા બહારથી આવતા કોન્ટ્રાક્ટરોને આદિવાસી વિસ્તારમાં કામ ન આપવા પણ માંગ કરી છે.