સુરત: સુરતના પાંડેસરામાં એક 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના કેસનો ઉકેલ આવ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. રાજદીપ ઝાલાની ટીમ દ્વારા આ સમગ્ર મામલે ખુલાસો કરાયો છે. પોલીસે બાળકીની હત્યા સમયે વપરાયેલી શેવરોલેટ કાર કબ્જે કરી છે. કાર મળતા જ પોલીસને હત્યાનો ભેદ ખોલવામાં સફળતા મળી છે. કારનો માલિક પોલીસના હાથે આવ્યો હતો. બાળકીનું ગળુ દબાવીને હત્યા કરાઈ હતી. હત્યાના આરોપીઓ પરિવારના જ હોવાની પોલીસને શંકા હતી. મુખ્ય આરોપી રાજસ્થાન નાસી ગયો હતો. પોલીસે આ મુખ્ય આરોપીની હાલ રાજસ્થાનના ગંગાનગરથી ધરપકડ કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત: દુષ્કર્મ અને હત્યાના આરોપીઓને પોલીસે કેવી રીતે દબોચ્યા? જુઓ VIDEO


બાળકી આંધ્ર પ્રદેશની હોવાનો દાવો ખોટો
સુરતના પાંડેસરામાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના મામલે પોલીસે મુખ્ય આરોપીઓને રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. મુખ્ય આરોપીની રાજસ્થાનના ગંગાપુરથી અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. આજે વધુ 2 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપી અમરસિંહ અને હરિસિંહની સવારે ધરપકડ કરાઇ હતી. મળતી માહિતી મુજબ બાળકી માતા સાથે મજૂરી કામ માટે સુરત આવી હતી અને સુરતના પાંડેસરામાં મજૂરી કામ કરતી હતી. જો કે ઘટના બાદ હજુ તેની માતા ગાયબ છે અને બાળકી આંધ્રપ્રદેશની હોવાનો દાવો પણ ખોટી પડ્યો છે. ઝડપાયેલા તમામ આરોપી રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે ત્યારે આરોપી બાળકીના પરિવાજન હોવાની વાત પણ ખોટી જણાઈ રહી છે. 


સુરત: બાળકીના દુષ્કર્મ અને હત્યા કેસમાં મુખ્ય આરોપી રાજસ્થાનથી ઝડપાયો


બાળકીના હત્યારાઓને અમદાવાદ ક્રાઇમની  ટેક્નિકલ સર્વેલન્સની ટીમ દ્વારા શોધવામાં આવ્યા. ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ કરાઇ અને કુલ 300થી વધુ કેમેરા ચેક કરવામાં આવ્યાં. બનાવના દિવસની એક હજાર કારને ટ્રેક કરવામાં આવી જેમાંથી 100 શંકાસ્પદ કારની તપાસ શરૂ કરાઇ. આ સાથે જ મોબાઇલ ટાવરોના કોલ રેકોર્ડ તપાસાયા અને ઘટના સમયના કોલ રેકોર્ડ સાથે કારને શોધવામાં આવી. જેમાંથી પોલીસને હત્યામાં વપરાયેલી કાર મળી આવતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે. જો કે બાળકીની હત્યા કયા કારણસર કરવામાં આવી તે હજુ બહાર આવ્યું નથી. આરોપીઓની પૂછપરછમાં આ અંગે માહિતી બહાર આવી શકશે.