રાજેન્દ્ર ઠકકર/કચ્છઃ દેશ સહિત વિદેશમાં કચ્છની ખારેક પ્રખ્યાત છે. દર વર્ષે અહીંથી મોટા પાયે ખારેકની નિકાસ પણ કરવામાં આવે છે. આ વર્ષએ પણ કચ્છમાં ખારેકનું મોટા પાયે વાવેતર થયું છે. કચ્છમાં આ વર્ષે 18 હજાર હેકટરમાં દેશી અને બહરી ખારેકનું વાવેતર થયું છે, જેના થકી 1 લાખ 74 હજાર મેટ્રિક ટન ખારેકનું ઉત્પાદન થવાની શકયતા છે. જિલ્લામાં માંડવી, મુંદરા, નખત્રાણા અને ભુજ તાલુકામાં ખારેકના બગીચા આવેલા છે. રાપરમાં પણ ગત વર્ષે વાવેતર થયું છે. ખાસ તો ઝાડની જેટલી સારી માવજત તેટલી સારી ઉંમર રહે છે. ૩થી 4 વર્ષના ઝાડ થાય પછી ઉત્પાદન મળે છે. મુંદરામાં 150 વર્ષ જુના ખારેકના ઝાડ જોવા મળે છે. જે માવજતના કારણે શકય છે. ખારેકના પાકને પુષ્કળ પાણી પણ જોઈએ છે, જેનાથી સારો પાક ઉગે છે. કચ્છમાં ખેડૂતોને માહિતી પહોંચાડવા માટે વોટસેએપ ગ્રુપ પણ બનાવાયા છે, જેના થકી ખારેકની ખેતી કરતા ખેડૂતો સુધી માહિતી પહોંચતી કરાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છી ખારેક નામ સાંભળતા મોમાં પાણી આવી જાય એવી મીઠાશ આ કચ્છી ખારેકની છે. પૂર્વજોના વખતથી ખેતી કરતા ખેડૂતો થોડા આ વર્ષે નિરાશ પણ થયા છે. 100 એકરમાં ખારેકનું વાવેતર કર્યું પણ આ વખતે વાતાવરણના લીધે પાક ઓછો આવ્યો હોવાની વાત ખેડૂતે કરી હતી.જો કે આ વર્ષે ઝાકળ ઓછી પડી તાપમાનમાં ફરક રહ્યો વાતાવરણને લીધે ક્યાંક ખેડૂતોનો માલ પૂરો ઉતર્યો નથી.


સારી ગુણવત્તાવાળી ખારેકના 200-250થી 500 રૂપિયે કિલો સુધીના ભાવ મળી રહેશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું.  ભારે ક્ષારવાળા પાણીમાં પણ પાકી જતી ખારેકનું ભવિષ્ય કચ્છમાં ઉજ્જવળ છે અને કચ્છના અર્થતંત્રમાં ગતિ લાવનાર બાગાયતી પાકોની વાત કરીએ તો કેસર કેરી, દાડમ જેવા કમાઉ' પાકોને પણ પાછળ રાખી દેતાં કચ્છની ખારેક મોખરાનાં સ્થાને છે.  ખારેકનું ચિત્ર કેરી કરતાંયે સારું છે. 


મોંઘવારીનો ડબલ માર, પેટ્રોલ-ડીઝલ બાદ હવે શાકભાજીના ભાવમાં વધારો  


દેશી ખારેક ઘરેલુ બજારમાં એક પખવાડિયાંથી વેચાઇ રહી છે. દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, બેંગ્લોર, હૈદરાબાદ અને ખાસ કરીને તામિલનાડુના લોકો કચ્છી મેવા' સમાન મીઠી-મધુરી ખારેકના ચાહક છે. કચ્છના કર્મઠ કિસાનો, કુશળ વેપારીઓએ દેશના ગુજરાત સિવાયના રાજ્યોની દાઢે ખારેકનો સ્વાદ વળગાળ્યો છે.
 
કચ્છી મેવાના રોપા પર મળતી સબસિડી અને વાવણી ખર્ચ જેવા સરકારના લાભો લેવાની પણ કિસાનો લેતા હોય છે. આ વખતે  વહેલા વરસાદના કારણે ખારેકની બજાર  અસર કરશે.


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube