હરિન ચાલીહા/દાહોદ: જિલ્લામાં પ્રાથમિક શાળાના શિક્ષણમાં સુધારા માટે અનેકો પ્રયાસ કરાય છે. પરંતુ અહીં હાલમાં ઝાલોદ તાલુકાના ખરસાણા ગામે ધોરણ. 4ના એક છાત્રાને અપાયેલા પરિણામમાં શિક્ષકનું અતિજ્ઞાન સામે આવ્યુ હતું. ગુજરાતી અને ગણિત વિષયમાં છાત્રાને 200માંથી 211 અને 212 માર્ક આપી દેવાયા હતાં. આ પરિણામ પત્ર સોશિયલ મિડિયા ઉપર વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો હતો. ભૂલ સામે આવતાં છાત્રાને તાત્કાલિક અસરથી તેને બીજુ પરિણામ પત્રક બનાવીને આપ્યું હતું.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી ફેક્ટર ના ચાલ્યું તો ભાજપ ભરાશે, કોંગ્રેસને મળશે ભાજપના આ 2 માઈનસ પોઈન્ટનો લાભ


વાત છે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખરસાણા ગામે આવેલી મુખ્ય પ્રાથમિક શાળામાં ખરસાણા ગામની જ વંશીબેન મનીષભાઇ કટારા ધોરણ 4 બ માં અભ્યાસ કરતી હતી. હાલમાં જ પ્રાથમિક શાળાના આવેલા પરિણામમાં વંશીબેનને ગુજરાતી વિષયના કુલ ગુણ 200માંથી 211 જ્યારે ગણિત વિષ્યના પણ કુલ ગુણ 200માંથી 212 માર્ક આપવામાં આવ્યા હતાં. જ્યારે પર્યાવરણમાં 200 કુલ ગુણમાંથી 169, હિન્દીમાં 100માંથી 94 અને અંગ્રેજીમાં 100માંથી 95 અને વ્યક્તિ વિકાસમાં 200માંથી 175 ગુણ આપતાં વંશીબેનેને 1000માંથી 965 માર્ક મળ્યા હતાં. ખુશ થયેલી વંશીબેન પરિણામ લઇને ઘરે જતાં અભ્યાસ બાદ પરિણામમાં ભુલ પકડાઇ હતી. 


અમે 8થી 10 બેઠકોને ડેમેજ કરીશું : બળવંતસિંહ પણ બન્યા અહીં રોષનો ભોગ, સંતો પણ મેદાને


આ ઘટના જોતજોતામાં આખા ગામમાં ફેલાઇ ગઇ હતી. આ સાથે વંશીબેનનું પરિણામ સોશિયલ મિડિયામાં પણ વાયરલ થઇ ગયુ હતું. પરિણામ બનાવવામાં ભારે ભુલ કરી હોવાનું જણાતા અંતે વંશીબેનને નવું પરિણામ પત્ર બનાવી આપવામાં આવ્યુ હતું. જેમાં સુધારો કરીને ગુજરાતીમાં 200માંથી 191 અને ગણિતમાં 200માંથી 190 માર્ક આપવામાં આવ્યા હતાં. બાકીના ત્રણ વિષયના માર્ક યથાવત રહેવા દેવાયા હતાં. ત્યારે નવા પરિણામમાં વંશીબેનને 1000માંથી 934 માર્ક મળ્યા હતાં. પરિણામ બનાવનાર દ્વારા કરવામાં આવેલી આ ભુલે આખા જિલ્લામાં રમૂજ ફેલાવી હતી સાથે ચર્ચાનો વિષય પણ બન્યો હતો.


સડેલા ચોખા, સડેલા નારિયેળ, લાકડાનું ભુસૂં અને એસિડમાંથી બનાવતા હતા ગરમ મસાલા


તો બીજી તરફ આટલી ગંભીર ભૂલનો ઢાક પિછોડો કરતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પ્રિન્ટિંગમાં ભૂલ થઈ હોવાનો રાગ આલાપ્યો હતો.