ખેડામાં 2 સગા ભાઈના ડૂબી જવાથી મોત, પરિવારના બંને દિપક છીનવાતા તહેવાર ફેરવાયો માતમમાં
ખેડા જિલ્લાના વસો તાલુકાના ઝારોલ ગામે બે સગા ભાઈના ડૂબી જવાથી મોત થયા છે. ધૂળેટી પર્વ પર બંને કિશોર ગામના તળાવમાં ન્હાવા ગયા હતા અને તે દરમિયાન પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત નિપજ્યું છે
નચિકેત મહેતા, ખેડા: દેવભૂમિ દ્વારકા બાદ હવે ખેડા જિલ્લામાં 2 કિશોરોના ડૂબવાની ઘટના સામે આવી છે. ત્યારે આ બંને કિશોરોના ડૂબી જતા મોત નિપજ્યા છે. જો કે, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને તરવૈયાઓ દ્વારા રેસક્યૂ કામગીરી હાથ ધરાઈ હતી. જો કે, બંને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ખેડા જિલ્લાના વસો તાલુકાના ઝારોલ ગામે બે સગા ભાઈના ડૂબી જવાથી મોત થયા છે. ધૂળેટી પર્વ પર બંને કિશોર ગામના તળાવમાં ન્હાવા ગયા હતા અને તે દરમિયાન પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત નિપજ્યું છે. પ્રિતેશ અજીતભાઈ સોલંકી (ઉ.વ 15) અને સાગર અજીતભાઈ સોલંકી (ઉ.વ 14) નામના બંને કિશોરોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે.
જો કે, ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. ત્યારબાદ સ્થાનિક તરવૈયાઓ દ્વારા બંને કિશોરોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ પોલીસ દ્વારા બંને કિશોરોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે આ બંને બાળકોની પીએમની કાર્યવાહી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ધૂળેટી પર્વ પર દેવભૂમિ દ્વારકાના ભાણવડ નજીક ત્રિવેણી નદીમાં 5 કિશોર ન્હાવા ગયા હતા. તે દરમિયાન 5 કિશોર ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. જો કે, 5 કિશોરના ડૂબી જવાની જાણકારી મળતા પોલીસ સ્ટાફ તેમજ નગરપાલિકાનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે, પાંચે કિશોરોના ડૂબી જવાથી મોત થતાં પરિવારજનોમાં તહેવાર માતમ છવાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube