ગુજરાતના લાખો પશુપાલકોની દિવાળી સુધરી, આ ડેરીએ દૂધની ખરીદીમાં કર્યો ભાવ વધારો
ખેડા ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કર્યો છે. જેથી દૂધનો નવો ખરીદ ભાવ પ્રતિકિલો 780 રૂપિયા થયો છે. આ ભાવ વધારાનો લાભ પશુપાલકોને 1 નવેમ્બરથી મળશે.
અમદાવાદ: દિવાળી પહેલા પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. પશુપાલકોને તહેવારો પહેલા મોટી ભેટ આપી છે. ખેડા ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કર્યો છે. જેથી દૂધનો નવો ખરીદ ભાવ પ્રતિકિલો 780 રૂપિયા થયો છે. આ ભાવ વધારાનો લાભ પશુપાલકોને 1 નવેમ્બરથી મળશે. આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના 7 લાખથી વધુ પશુપાલકોને આ ભાવ વધારાનો લાભ મળશે.
અમુલ ડેરીએ પશુપાલકોને દિવાળીની ભેટ આપી છે. અમુલે દુધના ખરીદ ભાવમાં પ્રતિકીલો ફેટ 20 રૂપિયાનો વધારો કર્યો છે. દુધનો જૂનો ખરીદ ભાવ 760 રૂપિયા પ્રતિકીલો ફેટ હતો. પરંતુ નવો ભાવ વધારો મળ્યા બાદ દુધનો નવો ખરીદ ભાવ પ્રતિ કિલો 780 રૂપિયા પ્રતિકીલો ફેટ છે. ગાયના દુધનો જૂનો ખરીદ ભાવ 340.90 પૈસા હતો. નવા ભાવ વધારા બાદ ગાયના દુધનો નવો ભાવ પ્રતિ કિલો ફેટ 345.5પ પૈસા હશે. ગાયના દૂધમાં પ્રતિકીલો 4.61 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
તેવી જ રીતે ભેંસનાં દૂધનો નવો ખરીદ ભાવ 6 ટકા પ્રતિ લીટર 48.19 રૂપિયા છે. ભેંસના દૂધમાં 7 ટકા ફેટ પ્રતિ લીટર નવો ભાવ 56.22 રૂપિયા, ભેંસના દૂધમાં 1.24 થી 1.44 પ્રતિ લીટર ભાવ વધારો કરાયો છે. ગાયના દૂધમાં 3.50 ટકા ફેટ પ્રતિ લીટર નવો ભાવ 32.62 રૂપિયા કરાયો છે. જ્યારે ગાયના દૂધમાં 4.0 ટકા ફેટ પ્રતિ લીટર નવો ભાવ 34.40 રૂપિયા આપ્યો છે. ગાયના દૂધનાં ખરીદભાવમાં પ્રતિ લીટર 0.42 થી 0.46 નો વધારો નોંધાયો છે.
અગાઉ દૂધ સાગર ડેરીએ કર્યો ભાવ વધારો
19 ઓક્ટોબરે દૂધ સાગર ડેરીમાં પણ પશુપાલકોને ભેટ આપી હતી. પહેલા દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટે 730 રૂપિયાને બદલે 21 ઓક્ટોબરથી 10 રૂપિયાનો વધારો કરીને 740 રૂપિયા પ્રતિ કિલો ફેટે વધારો આપવામાં આવ્યો હતો. આ જાહેરાત બાદ પશુપાલકો ખુશી અનુભવી હતી. દૂધ સાગર ડેરીના જે નિર્ણયથી 6 લાખ 50 હજાર પશુપાલકોને ફાયદો થયો છે.
આ પણ જુઓ વીડિયો:-
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube