Kheda News નચિકેત મહેતા/ખેડા : ખેડાના કઠલાલમાં ભડકાઉ પોસ્ટ મુકવા બાબતે ટોળા દ્વારા કરાયેલા હુમલામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ મુકવા મામલે પોસ્ટ મુકનાર બે ઈસમો વિરુદ્ધ મહુધા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. કઠલાલના ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ નોંધાવા આવેલા વ્યક્તિઓ પર પોલીસ સ્ટેશન બહાર હુમલો થયો હતો. ફરીયાદીની કારના કાચ તોડી નુકશાન પહોંચાડાયું હતું. ફરિયાદી પોતાના પર હુમલો થતા જીવ બચાવી કઠલાલ પોલિસ સ્ટેશને પહોંચ્યા હતા. આ કેસમાં મહુધા પોલીસે 100 વ્યક્તિના ટોળા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સમગ્ર મામલે પોલિસ અધિક્ષક સહિતનો કાફલો પહોંચી કાર્યવાહી હાથ ધરાઈ છે. મહુધામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત, હાલ શાંતિનો માહોલ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોળાઓ પૈકી 37 વ્યક્તિઓ સામે નામ જોગ ફરિયાદ
મહુધા પોલીસ મથકે દીલીપસિહ ચૌહાણે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, ગઈકાલ રાત્રે તેઓ પોતાના મિત્રો સાથે મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આવ્યા હતા. દરમિયાન પોલીસે અગાઉથીજ આવી ભડકાઉ પોસ્ટ કરનાર બંને આઈડી ધારકોને ઉઠાવી લાવી હતી. દીલીપસિહ ચૌહાણના મિત્ર વિકાસ ભટ્ટ રહે કઠલાલ નાઓએ મહુધા પોલીસ સ્ટેશન ખાતે કોમી વૈમનસ્ય ફેલાવે તથા જાહેર શાંન્તીનો ભંગ થાય તેવી પો.સ્ટ મુકનાર વિરૂધ્ધમાં ફરીયાદ લખાવી ફરીયાદી તથા તેમના મિત્રો વેગેન આર કારમાં બેસી કઠલાલ પરત આવી રહ્યા હતા‌. ત્યારે ફરીયાદની રીસ રાખી મહુધા બસ સ્ટેન્ડથી આશરે બસોથી અઢીસો મીટર દુર કઠલાલ તરફ રોડ ઉપર મહુધાના મુસ્લીમ સમાજના ટોળાઓએ ફરીયાદીને મારી નાખવાના ઇરાદાએ કાવતરું કરી એકસંપ કરી મારક હથિયારો સાથે હુમલો કરી પત્થરમારો કર્યો હતો.


પોલીસનો દાવો 100થી વધુના ટોળાએ હુમલો કર્યો, અન્ય એક ફરિયાદ પણ નોંધાઈ
આ બનાવ મામલે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું કે, આ ઘાતકી હુમલામા પોલીસે તુરંત કાયદાકીય પગલા ભર્યા છે. કુલ 3 ફરિયાદ લેવાઈ છે. જેમાં એક ઈન્સ્ટાગ્રામ આઈડી પર ભડકાઉ પોસ્ટ વાઈરલ કરનાર બીજી ફરિયાદ આપનાર ફરિયાદી પર હુમલા કરનાર 100થી વધુના ટોળા સામે તો અન્ય એક આ બનાવ બાદ હાઉવે પર કાર ચાલક સાથે ટોળાઓએ ‘મારો વિડિયો કેમ ઉતાર્યો’ તેમ કહી મોબાઈલ ઝુંટવી લીધો હતો. આમ ત્રણ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં રાત્રે જ આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. ટોળામા રહેલા શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ કરી પોલીસ આઈન્ડેન્ટીફાઈ કરી રહી છે. હાલ ટોળાના અમુક વ્યક્તિઓ વિરુદ્ધ અટકાયતી પગલા લેવાયા છે. હાલમાં શાંતિ પૂર્વક વાતાવરણ છે આને જિલ્લાની પોલીસને બોલાવી દેવામાં આવી છે.


મહુધા પોલીસ સ્ટેશ થી ફરિયાદ કરી પરત કઠલાલ જતી વખતે ટોળાએ કારને ઘેરી હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ ખેડા એસપી રાજેશ ગઢીયા, કપડવંજ ડીવાયએસપી, ખેડા ક્રાઇમ બ્રાન્ચ, SOG ની ટીમ સહિત જિલ્લા પોલીસ મહુધા પહોંચી હતી. ઘટનાના તુરંત બાદ ખેડા જિલ્લા પોલીસ દ્વારા મહુધામાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છએ. 


હુમલામાં આશરે 2500 માણસનું ટોળું હોવાનું અનુમાન છે. પોતાનો જીવ બચાવીને તે લોકો કઠલાલ પોલીસ મથકે પહોંચ્યા હતા. આ બાદ રાજેશભાઈ ધારાસભ્ય કઠલાલ પોલીસ મથકે પહોંચ્યા હતા.